Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CM ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ ડબલ ડેકર AC બસનું લોકાર્પણ કર્યું

02:53 PM Jan 07, 2024 | Maitri makwana

CM ભુપેન્દ્ર પટેલ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આજે ડબલ ડેકર AC બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પરિવહન મંત્રી હર્ષ સંઘવી અને ગિફ્ટસીટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રે સહિત ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે ડબલ ડેકર AC બસમાં બેસીને મુસાફરી કરી હતી. ગુજરાત વાઇબ્રન્ટ સમિટના ડબલ ડેકર બસનું સંચાલન કરવામાં આવશે.

2 બસ ગાંધીનગર સિટીને ફાળવવામાં આવી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ડબલ ડેકર AC બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ડબલ ડેકર AC અને ઇલેક્ટ્રિક બસ સરખેજથી ગાંધીનગર સીટી રોડ પર પ્રાથમિક સંચાલન શરૂ કરવામાં આવશે. અને આ ડબલ ડેકર બસની અંદર અત્યાધુનિક સુવિધાઓ મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે. ગુજરાત સરકાર દ્વારા નવી કુલ પાંચ AC ડબલ ડેકર બસનું સંચાલન કરવામાં આવ્યું છે, જેમાંથી 2 બસ ગાંધીનગર સિટીને ફાળવવામાં આવી છે.

બસમાં બેસીને મુસાફરી પણ કરી

ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહરાજ્યમંત્રી અને ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રે એ બસમાં બેસીને મુસાફરી પણ કરી હતી.

આ પણ વાંચો – BSF ગુજરાત દ્વારા આયોજિત 3 દિવસીય બુટ કેમ્પનો પ્રારંભ

આ પણ વાંચો – NCC કેડેટ્સની કન્યાકુમારીથી દિલ્હી સુધીની Cycle rally

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ