Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Closing MARKET : ભારતીય શેરબજાર તેજી ,સેન્સેક્સ 195 પોઈન્ટનો ઉછાળો

04:56 PM Feb 29, 2024 | Hiren Dave

Closing MARKET : ભારતીય શેરબજારમાં (STOCK MARKET )  ગુરુવારે તેજી જોવા મળી હતીસેન્સેક્સ 195 પોઈન્ટના સુધારા સાથે 72,500ના સ્તરે બંધ ( Closing MARKET )થયો હતો જ્યારે નિફ્ટીમાં પણ 31 અંકની તેજી રહી હતી. અને નિફ્ટી 21,982ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેર્સમાંથી 22માં તેજી અને આઠ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.

 

બજાર કેવી રીતે બંધ થયું?
BSE સેન્સેક્સ 195.42 પોઈન્ટ અથવા 0.27 ટકાના વધારા સાથે 72,500 પર બંધ થયો. NSE નો નિફ્ટી 31.65 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 21,982 ના સ્તર પર બંધ થયો.

 

BSE નું માર્કેટ કેપ શું હતું?
BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 388.15 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે બુધવારના સત્ર પછી રૂ. 385.75 લાખ કરોડ હતું.બીએસઈના 30 શેરોમાંથી 22 શેર ઉછાળા સાથે અને 8 શેર નબળાઈ સાથે બંધ થયા હતા. સેન્સેક્સમાં ટોપ ગેનર ઇન્ડસઇન્ડ બેન્ક છે અને તે 1.81 ટકા વધ્યો છે. M&M 1.73 ટકાની મજબૂતીમાં બંધ જોવાયો છે. એશિયન પેઇન્ટ્સ 1.13 ટકા અને નેસ્લે 1.12 ટકા વધીને બંધ રહ્યા હતા. આ સિવાય પાવર ગ્રીડ અને મારુતિના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

 

નિફ્ટી શેરની સ્થિતિ

નિફ્ટી શેર્સમાં 50માંથી 32 શેરમાં ટ્રેડિંગ વધીને બંધ થયું છે અને 18 શેરમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. બેન્ક નિફ્ટી પણ ઉછાળા સાથે લીલા નિશાન પર બંધ થયો હતો અને તેના 12માંથી 9 શેર તેજીની રેન્જમાં બંધ થયા હતા. માત્ર ત્રણ શેર હતા જે લાલ નિશાનમાં બંધ થવાના હતા.

 

નિફ્ટીના કયા સેક્ટરમાં ઉછાળો હતો?

PSU બેન્કોના શેરમાં મહત્તમ 1.30 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને મેટલ શેર્સમાં 0.91 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરમાં 0.67 ટકાનો વધારો ચાલુ રહ્યો અને તેના આધારે બજારને સપોર્ટ મળ્યો.

 

ગઈકાલે માર્કેટમાં શાનદાર તેજી રહી હતી

આ અગાઉ ગઈકાલે 28 ફેબ્રુઆરીએ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 790 પોઈન્ટના ઘટાડા સાથે 72,304ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 247 અંકના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી 21,951ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 પૈકી 27માં ઘટાડો અને માત્ર ત્રણમાં તેજી જોવા મળી હતી.

આ  પણ  વાંચો – Anant Ambani : અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે અંબાણી પરિવારની અન્નસેવા