Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આઝાદી પછીના 6 દાયકામાં સરેરાશ વાર્ષિક વરસાદ ઘટ્યો, જાણો

02:05 PM Jun 11, 2023 | Viral Joshi

ક્લાઈમેટ ચેન્જના વધતા પ્રભાવને કારણે ગરમી વધવાની સાથે-સાથે વાતાવરણમાં પણ ફેરફાર આવી રહ્યાં છે. ચોમાસામાં મોડું થવાના કારણે જુનમાં સામાન્યથી ઓછા વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઈને સરકાર પણ ચિંતિત છે. જુન મહિનામાં ઓછા વરસાદથી ધાન, સોયાબીન અને મકાઈના પાકો પર શું અસર થશે. તેના પર કૃષિ મંત્રાલયે ગંભીરતાથી નજર રાખેલી છે પણ વરસાદમાં ઘટાડો પહેલી વખત નથી. વૈજ્ઞાનિકોએ અલગ-અલગ સ્ટડીઝમાં જાણ્યું કે પાકો માટે જરૂરી વરસાદના દિવસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

દરેક દાયકામાં સરેરાશ વરસાદ ઘટ્યો

હવામાન વિભાગના જર્નલ મૌસમમાં વર્ષ 2022માં છપાયેલા એક અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે દરેક દશકામાં વરસાદના દિવસોમાં સરેરાશ 0.23% ઘટાડો નોંધાયો છે. સ્ટડી પ્રમાણે આઝાદી પછીથી અત્યાર સુધીમાં દેશમાં વરસાદના સમયમાં લગભગ દોઢ દિવસ ઘટ્યા છે. અહીં વરસાદનો એક દિવસનો અર્થ એટલે એવો દિવસ જે દિવસે ઓછામાં ઓછી 2.5 મીલીમીટર વરસાદ પડ્યો હોય. છેલ્લા એક દશકામાં એક્ટ્રીમ ઈવેન્ટ્સ પણ ઘણી ઝડપથી વધી છે.

હવામાનના ડેટાના આધારે અધ્યયન

IMD જર્નલ મૌસમમાં પ્રકાશિત અધ્યયન વર્ષ 1960 થી 2010 વચ્ચેના હવામાનના ડેટાના આધાર પર કરવામાં આવ્યું છે. અધ્યયનમાં જાણવા મળ્યું કે વરસાદ માટે જવાબદાર લો ક્લાઉડ કવર દેશમાં દરેક દાયકામાં લગભગ 0.45% ઘટી રહ્યું છે. ખાસ કરીને ચોમાસાના દિવસોમાં તેમાં સૌથી વધારે 1.22% ઘટાડો આવ્યો છે.

ચોમાસાના સરેરાશ વરસાદમાં ઘટાડો

દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે વર્ષ 1971 થી 2020 સુધીના આંકડાને જોવામાં આવે તો સરેરાશ વરસાદ 868.8 મીમી પ્રતિવર્ષ હતી જ્યારે 1961 થી 2010 સુધીનો સરેરાશ વરસાદ 880.6 મીમી છે બંને આંકડાઓની તુલનાથી ખ્યાલ આવે છે કે ચોમાસાનો વરસાદ સરેરાશ 12 મીલીમીટરનો ઘટાડો નોંધાયો છે. જ્યારે દેશમાં વાર્ષિક સરેરાશ વરસાદમાં લગભગ 16.8 મીલીમીટરનો ઘટાડો આવ્યો છે.

આ છે આંકડા

હવામાન વિભાગના અધ્યય પ્રમાણે 1971 થી 2020 વચ્ચેના આંકડાઓ પર નજર નાખીએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દેશના કુલ વરસાદમાં લગભગ 74.9% ની ભાગીદારી ધરાવે છે. તેમાંથી જુન મહિનામાં લગભગ 19.1% વરસાદ હોય છે જ્યારે જુલાઈમાં લગભગ 32.3% અને ઓગસ્ટમાં લગભગ 29.4% વરસાદ હોય છે. સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 19.3% વરસાદ નોંધાય છે.

ઘઉંના પાકને અસર થશે

ભારતીય કૃષિ સંશોધન પરિષદે (ICAR) દેશના 573 ગ્રામીણ જિલ્લાઓમાં ક્લાઈમેટ ચેન્જથી ભારતીય ખેતી પર ખતરાનું આકલન કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 2020થી 2049 સુધી 256 જિલ્લામાં મહત્તમ તાપમાન 1 થી 1.3 ડિગ્રી સેલ્સિયસ અને 157 જિલ્લામાં 1.3 થી 1.6 ડીગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા છે. તેનાથી ઘઉંની ખેતીને અસર થશે.

ઘઉંનું ઉત્પાદન ઘટશે

ઉલ્લેખનીય છે કે દુનિયાની ખાદ્ય જરૂરિયાતના 21% ઘઉંની જરૂરિયાત ભારત પુરી કરે છે. જ્યારે 81% ઘઉંની ખપત વિકાસશીલ દેશોમાં થાય છે. ઈન્ટરનેશનલ સેન્ટર ફઓર મેજ એન્ડ વીટ રિસર્ચ પ્રોગ્રામના ડાયરેક્ટર ડૉ. પીકે અગ્રવાલના એક અધ્યયન પ્રમાણે તાપમાન એક ડિગ્રી વધવાથી ભારતમાં ઘઉંનું ઉત્પાદન 4 થી 5 મેટ્રીક ટન ઘટી શકે છે. તાપમાન 3 થી 5 ડિગ્રી વધવા પર ઉત્પાદન 19 થી 27 મેટ્રીક ટન સુધી ઘટી જશે. જોકે સારી સિંચાઈ અને ઉન્નત પદ્ધતિઓના ઉપયોગથી તેમાં ઘટાડો કરી શકાય છે.

બાજરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવનારા દિવસોમાં પુર, ભારે વરસાદ, દુષ્કાળ જેવી ઘટના ઝડપથી વધશે. એવામાં ખાદ્ય જરૂરિયાતોને પુરી કરવા બાજરી મહત્વની ભૂમિકા નિભાવશે. ઈન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ફોર સેમી એરોયડ ટ્રોપિક સંસ્થાના ગ્લોબલ રિસર્ચ પ્રોગ્રામના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. શૈલેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જના કારણે વધતી ગરમી અને અનિયમિત વરસાદ જેવી સ્થિતિમાં બાજરી ખાદ્ય જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. બાજરીના છોડના મુળો મજબૂત હોય છે. વધારે વરસાદમાં છોડ તુટતો નથી અને મૂળો ઉંડી હોવાના કારણે તેનો છોડ લાંબા સમય સુધી ટકી રહે છે. બાજરીના છોડ ગરમી સહન કરી શકે છે. બાજરી પોષક તત્વોથી ભરપુર છે એવામાં સામાન્ય લોકોને સારુ પોષણ આપવા માટે પણ એક સારો વિકલ્પ છે.

આ પણ વાંચો : બિપોરજોય વાવાઝોડુ સાયક્લોનિક સ્ટ્રોમ બન્યુ, ખતરો વધશે!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.