Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gir Somnath : ઉના તોડકાંડ બાદ સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્રમાં સાફસૂફી

12:52 PM Jan 11, 2024 | Vipul Pandya

Gir Somnath : Gir Somnath જિલ્લામાં ઉના અહેમદપુર માંડવી ચેક પોસ્ટ (Una Ahmedpur Mandvi Check Post) પર ACBની રેડનો મામલો હવે ગરમાયો છે. Gir Somnath ના ઉના (Una)ના પી.આઈ અને 6 પોલીસ કર્મચારીઓ ને એક તરફ ACBનું તેડું આવ્યું છે. તો બીજી તરફ Gir Somnath જીલ્લા પોલીસવડાએ ગીર સોમનાથ જિલ્લામાં સફાઇનો દોર શરુ કર્યો છે. જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં 49 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી કરી દીધી છે. તોડકાંડના આરોપી PI નિલેશ ગોસ્વામી અને ASI નિલેશ મૈયા ની હેડક્વાર્ટર બદલી કરી દેવાઇ છે.

30 ડીસેમ્બર ના રોજ સાંજના સમયે અચાનક રેઇડ

ઉલ્લેખનિય છે કે ગુજરાત એન્ટિ કરપ્શન બ્યુરોએ દીવ નજીક આવેલ ઉના (Una) અહેમદપૂર માંડવી ચેકપોસ્ટ પર ગત 30 ડીસેમ્બર ના રોજ સાંજના સમયે અચાનક રેઇડ કરી હતી. એસીબીની રેઇડ થતાં ચેકપોસ્ટ પર અફરાતફરી મચી ગઇ હતી. જો કે સ્થળ પરથી અધિકારીનો વહિવટદાર પકડાઇ ગયો હતો પણ 10થી વધુ પોલીસના માણસો ભાગી છુટ્યા હતા. ત્યારબાદ ગીર સોમનાથ તેમજ પોરબંદરની ટીમ ઉનામાં એક પોલીસ કર્મીના ઘેર દરોડા પાડી સર્ચ કર્યું હતું અને અહેમદપુર માંડવી ચેક પોસ્ટના સીસી ટીવી પણ કબજે કર્યા હતા. ઝાંડી ઝાંખરામાંથી પોલીસની વર્દી પણ મળી આવતાં ઉત્તેજના છવાઇ ગઇ હતી.

ઉનાના પી.આઈ અને 6 પોલીસ કર્મચારીઓ ને ACBનું તેડું

આ ઘટના બાદ ઉનાના પી.આઈ અને 6 પોલીસ કર્મચારીઓ ને ACBનું તેડું મોકલ્યું છે. ACB ના નિયામક બી.એલ. દેસાઈ દ્વારા નોટિસ ફટકારી છે. જેમાં ઉના PI એન.કે.ગોસ્વામી સહિત 6 પોલીસકર્મીને નોટિસ અપાઇ છે. તમામને ઉના પોલીસ મારફતે નોટિસ બજાવવામાં પણ આવી છે.

PI નિલેશ ગોસ્વામી અને ASI નિલેશ મૈયાની હેડક્વાર્ટર બદલી

હવે જિલ્લા પોલીસ વડા એક્શનમાં આવ્યા છે. ACB દરોડા બાદ તેમણે જિલ્લા પોલીસ તંત્રમાં સાફસફાઇ શરુ કરી છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવતાં 49 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલીના હુકમ કર્યા છે. આ બદલીઓમાં ઉના તોડકાંડના આરોપી PI નિલેશ ગોસ્વામી અને ASI નિલેશ મૈયાની હેડક્વાર્ટર બદલી કરવામાં આવી છે.

5 પોલીસ કર્મીની હેડક્વાર્ટર બદલી

ઉપરાંત તોડકાંડના આરોપી અને ACB ની રડારમાં રહેલ પાંચ કર્મચારીઓ HC મહેશ ગોહીલ, HC અભેસિંહ ચૌહાણ, PC ઉદયસિંહ ગોહીલ, PC હિરેન જોશી અને PC રમેશ રાઠોડની પણ હેડક્વાર્ટર બદલી કરી દેવાઇ છે. ઉપરોક્ત પાંચેય કર્મચારીઓ રજા રિપોર્ટ વગર પોલીસ સ્ટેશનમાં ગેરહાજર છે અને ACB ની રેડ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

સૌથી વધુ ઉના કોડીનાર પોલીસ સ્ટેશનમાં સાફસૂફી

SP જાડેજાએ સૌથી વધુ ઉના કોડીનાર પોલીસ સ્ટેશનમાં સાફસૂફી કરી છે. ઉના પી.આઈ નો ચાર્જ LCB પીઆઇ સુનિલ ઇશરાણીને સોંપાયો છે. જિલ્લા પોલીસ વડાએ ઉના પોલીસના 21 પોલીસ કર્મચારીઓ, કોડીનાર પોલીસના 22 પોલીસ કર્મચારીઓ, પ્રભાસ પાટણમાં 02 પોલીસ કર્મચારીઓ, નવાબંદર મરીનમાં 03 પોલીસ કર્મચારીઓ તથા વેરાવળ સીટીમાં 1પોલીસ કર્મચારીની બદલી કરી છે.

આ પણ વાંચો—UNA : રેઇડ બાદ પી.આઈ અને 6 પોલીસ કર્મચારીઓને ACBનું તેડું