+

ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, આ વેબસાઇટ પર Click કરી તપાસો તમારું પરિણામ

છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવતી હતી તેવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 જુલાઈ 2022માં લેવાયેલ પૂરક પરીક્ષાનું પરિણામ આજે (શનિવાર) સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. જુલાઈ 2022માં યોજાયેલી માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ 24.72 ટકા જાહેર કરવામાં આવ્યું. જેમા વિદ્યાર્થીઓનું 23.72 ટકા તો વિદ્યાર્થીનીઓનું પરિણામ 26.25 ટકા જાà
છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવતી હતી તેવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 જુલાઈ 2022માં લેવાયેલ પૂરક પરીક્ષાનું પરિણામ આજે (શનિવાર) સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. 

જુલાઈ 2022માં યોજાયેલી માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ 24.72 ટકા જાહેર કરવામાં આવ્યું. જેમા વિદ્યાર્થીઓનું 23.72 ટકા તો વિદ્યાર્થીનીઓનું પરિણામ 26.25 ટકા જાહેર થયું છે. જુલાઈ માસમાં આ પરિક્ષા લેવાઇ હતી જેમા અંદાજે 1.40 લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ  બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ www.gseb.org પર જોઇ શકશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક ઍન્ટર કરી મેળવી શકો છો. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રો અને SR. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. 

પરિણામ બાદ ગુણ-ચકાસણી, દફ્તર-ચકાસણી, નામ-સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર શાળાઓએ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે. તેમ બોર્ડના પ્રતિનિધિએ જણાવ્યુ હતું.

આ પણ વાંચો – ધોરણ 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, પરિણામ જાણવા આ વેબસાઈટ પર કરો Click

Whatsapp share
facebook twitter