Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Jammu and Kashmir ના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક નાગરિકનું મોત – સૂત્ર

11:36 PM Apr 25, 2024 | Dhruv Parmar

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માંથી આતંકવાદના તમામ નિશાનોને ખતમ કરવા માટે સેના અને સ્થાનિક પોલીસનું અભિયાન ચાલુ છે. ગુરુવારે બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે વધુ એક અથડામણ થઈ હતી. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) પોલીસે કહ્યું છે કે, સોપોર જિલ્લા પોલીસના વિસ્તારમાં ચેક મોહલ્લા નોપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વિસ્તારમાં બે આતંકવાદીઓની હાજરીની માહિતી છે, તેમને પકડવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સેના અને CRPF સાથે મળીને આતંકીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) પોલીસે માહિતી એકઠી કરી છે. સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરતાની સાથે જ છુપાયેલા આતંકીઓએ સર્ચ પાર્ટી પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી સેનાએ પણ આતંકીઓ સામે જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું.

એક નાગરિકને ગોળી વાગી હતી – સૂત્રો

સૂત્રોના જણાવ્યા અનુસાર સોપોરમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક નાગરિકને ગોળી વાગી હોવાના અહેવાલ છે. સેનાના અધિકારીઓએ કહ્યું છે કે આતંકીઓ રાત્રે અંધકારનો ફાયદો ઉઠાવી શકે છે. તેથી, વધુ સુરક્ષા દળોને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા છે. વિસ્તારમાં મોટી સર્ચ લાઈટો લગાવવામાં આવી છે અને પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો સીલ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : LOKSABHA ELECTION : આવતી કાલે 88 બેઠકો પર ઉમેદવારોના ભવિષ્ય EVM માં કેદ થશે

આ પણ વાંચો : BJP ના સ્ટાર પ્રચારક CM યોગી આદિત્યનાથની ડિમાન્ડ વધી

આ પણ વાંચો : પરિવાર શોધતું રહ્યું અને ભાઇ-બહેને ભંગાર પડેલી કારમાં દમ તોડ્યો