Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરતમાં AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, એક બીજા પર કર્યો પથ્થરમારો, કારમાં કરી તોડફોડ

01:01 AM Apr 23, 2023 | Vipul Pandya

સુરતમાં  (Surat)ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું છે. બંને પક્ષોએ સામ સામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો થતાં ભાજપના કાર્યકરોને (BJP workers)ઈજા પહોંચી હતી. યોગીચોક ખાતે પોલીસનો (police)કાફલો દોડી આવ્યો હતો. સાથે જ CRPFની ટુકડી પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. 

સરથાણા યોગીચોક પાસે બની આ  ઘટના 
સરથાણા યોગીચોક પાસે આ ઘટના બની હતી. જેમાં ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. AAP ગુજરાત દ્વારા કિરણ ચોક ખાતે સભાનું આયોજન કરાયુ હતું. જેના બાદ બબાલ થઈ હતી. બબાલ એટલી હદે વધી કે, સમાસામે પથ્થરમારો કરાયો હતો. જેમાં ગાડીના કાચ પણ તૂટ્યા હતા. પથ્થરમારો થતા કેટલાક ભાજપ કાર્યકર ઘાયલ થયા હતા. યોગીચોક ખાતે માહોલ તંગ થતા પોલીસ કાફલો અને BSF ની ટુકડી પણ આવી પહોંચી હતી. હાલ સમગ્ર મામલો કાબૂમાં લેવામાં આવ્યો છે. 


કામરેજ વિધાનસભાનો મત વિસ્તાર થઈ  બબાલ
ઉલ્લેખનીય છે કે, આ કામરેજ વિધાનસભાનો મત વિસ્તાર છે. જેમાં ભાજપ તરફથી પ્રફુલ્લ પાનસેરીયાએ ઉમેદવારી કરી છે. તો આપ તરફથી રામ ધડુકે દાવેદારી નોંધાવી છે. ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.