Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Civil Hospital Donation: ફરી દાનવીર નરેન્દ્રભાઈ પટેલે લાખોનું દાન કર્યું સિવિલમાં

10:36 PM Jan 19, 2024 | Aviraj Bagda

Civil Hospital Donation: નડિયાદની મહાત્મા ગાંધી વિનય મંદિર સ્કૂલમાં નરેન્દ્રભાઈ પટેલના હાથે ફરી એકવાર ૭૫ લાખનું દાન કરાયું. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આવતા દર્દીઓને આધુનિક સુવિધા અને જરૂરિયાતો પૂરી પાડવા માટે આ દાનની રકમનો ઉપયોગ કરવામાં આવશે. તેવું સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું.

  • ગત વર્ષે પણ લાખોનું દાન કરવામાં આવ્યું હતું
  • અત્યાર સુધીનું આ સૌથી મોટું દન માનવામાં આવ્યું
  • નિરાધારનો આ દાનથી સહારો બનવામાં આવશે

ગત વર્ષે પણ લાખોનું દાન કરવામાં આવ્યું હતું

ગત વર્ષે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નડિયાદના પીજ ગામના વતની ઉર્વશીબહેનની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તેમના ભાઈ નરેન્દ્રભાઈ પટેલ અમેરિકાથી આવીને સિવિલ હોસ્પિટલમાં રૂપિયા ૭૫ લાખનું ઐતિહાસિક દાન કર્યું હતું.

Civil Hospital Donation

અત્યાર સુધીનું આ સૌથી મોટું દન માનવામાં આવ્યું

આ ૭૫ લાખનું દાન સિવિલ હોસ્પિટલમાં વ્યક્તિગત સ્તરે કરવામાં આવેલ અત્યાર સુધીનું સંભવિત સૌથી મોટું દાન માનવામાં આવી રહ્યું છે. સતત બીજા વર્ષે આજરોજ ૧૯/૦૧/૨૦૨૪ મહાત્મા ગાંધી વિનય મંદિર સ્કૂલ, પીચ, નડિયાદમાં નરેન્દ્રભાઈ પટેલના હાથે ફરી એકવાર ૭૫ લાખનું દાન સિવિલ હોસ્પિટલ અમદાવાદને કરવામાં આવ્યું છે.

નિરાધારનો આ દાનથી સહારો બનવામાં આવશે

આ દાનનો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓના હિતાર્થે ઉપયોગ કરવામાં આવશે. આ રીતે સમાજ અને સરકારના સહયોગથી સિવિલ હોસ્પિટલ અમદાવાદના સેવાકીય કાર્યો આગળ ધપી રહે છે. ગત વર્ષ અને આ વર્ષે મળી રહેલ ૭૫-૭૫ લાખના મહાદાન બદલ તમામ સિવિલ હોસ્પિટલ તંત્રએ નરેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર પણ માન્યો હતો.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: EDII Programme: EDII કાર્યક્રમમાં 27 વિકસતા દેશોના ઉદ્યોગપતિઓ થયા સામેલ