Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CHOTILA : ચૈત્રી પુનમની મોડી રાત્રે ધર્મગુરૂ કાલીપુત્ર કાલીચરણ મહારાજ ચોટીલા દર્શનાર્થે પહોંચ્યા

08:16 AM Apr 24, 2024 | Harsh Bhatt

CHOTILA : સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજીના ચૈત્રી પુનમને દિવસે દર્શનનુ વિશેષ મહત્વ છે. ત્યારે ચૈત્રી પુનમની મોડી રાત્રે સનાતન ધર્મના ધર્મગુરૂ કાલીપુત્ર કાલીચરણ મહારાજએ ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા અને માં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી હિન્દુ રાષ્ટ્રની સ્થાપના થાય અને સનાતન ધર્મની રક્ષા માટે પ્રાર્થના કરી હતી.

ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ચૈત્રી પૂનમને દિવસે લાખો ભકતોની ભીડ ઉમટી પડે છે અને અહી બિરાજમાન ચામુંડા માતાજી દરેક ભકતોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ત્યારે માં કાલીના સૌથી મોટા ઉપાસક અને સનાતન ધર્મના ધર્મગુરુ કાલીચરણ મહારાજે મોડી સાંજે ચામુંડા માતાજીના દર્શન કરી શીશ ઝુકાવ્યું હતુ. ચોટીલા ડુંગરના અંદાજે ૬૦૦ જેટલા પગથિયા ચડી ચામુંડા માતાજીના દર્શન કરી, દીપ પ્રગટાવી એક કલાક સુધી ધ્યાન ધર્યું હતુ.

તેમણે દેશમાં હિન્દુ રાષ્ટ્રની સ્થાપના થાય તેમજ દરેક હિન્દુઓ જાતિવાદ, ભાષાવાદ છોડી ધર્મની રક્ષા માટે સંગઠિત થઈ જાય અને જાતિવાદ ધર્મ અને હિન્દુત્વનો નાશ કરી રહ્યો છે આથી તમામ ભેદભાવો ભૂલી દરેક લોકો માત્ર હિન્દુ બની રહે અને ભારત દેશ સોનાની ચિડિયા બની જાય તેવી ચામુંડા માતાજીને પ્રાર્થના કરી હતી. આ તકે ચોટીલા ચામુંડા માતાજી મહંત પરિવાર દ્વારા કાલીચરણ મહારાજનુ ચામુંડા માતાજીના આશિર્વાદરૂપે શાલ ઓઢાડી અને હાથમાં માતાજીનો દોરો બાંધી સન્માન કર્યું હતું. જ્યારે મહંત પરિવાર સાથે કાલીચરણ મહારાજે ધર્મ, હિન્દુત્વ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા પણ કરી હતી. ધર્મગુરુ કાલીચરણ મહારાજના ચોટીલા દર્શનાર્થે આગમન થતા સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો.

આ પણ વાંચો : Bhupat Bhayani : રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી ભૂપત ભાયાણીને ભારે પડી ! વાંચો અહેવાલ