Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

છોટાઉદેપુર ભાજપ પ્રમુખને આખરે આકરી સજા મળી! લથડિયા ખાતો વાયરલ વીડિયો બાદ રાજીનામું લેવાયું

11:04 AM Apr 23, 2023 | Vipul Pandya

છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામમાં શનિવારે રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ ચિક્કાર દારૂના નશામાં આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર હાજર હોવા છતાં તેમને અશોભનિય વર્તન કર્યું હતું.
છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખનું રાજીનામું લઈ લેવાયું છે. વિડીયો વાયરલ થયા બાદ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા વિરુદ્ધ પ્રદેશ ભાજપે સૌથી મોટી કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે રશ્મિકાંત વસાવાનો શનિવારે એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેઓ ચિક્કાર દારૂ પીને લથડિયા ખાતો વિડીયોમાં વાયરલ થયો હતો. રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમમાં પ્રભારી મંત્રી હાજર હતા તે સમયનો વાયરલ વિડીયોમાં દ્રશ્યો સામે આવ્યા હતા.
શું હતી સમગ્ર ઘટના?
છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામમાં શનિવારે રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ ચિક્કાર દારૂના નશામાં આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર હાજર હોવા છતાં તેમને અશોભનિય વર્તન કર્યું હતું. એટલું જ નહીં, જાહેરમાં લથડિયા ખાતા જોવા મળ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેઓ રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમમાં નશો કરેલી હાલતમાં લથડિયા ખાતા જોવા મળી રહ્યા હતા. છોટા ઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે સ્ટેજ પર હાજર તમામ નેતાઓની હાજરી વચ્ચે છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાના દ્રશ્યોએ વિવાદોનું વંટોળ ઉભું કર્યું હતું. 
આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી હાજર હતા, તે સમયે જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા સ્ટેજ પર બેઠા હતા અને તેઓ નશો કરેલી હાલતમાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને જેણા કારણે તે લથડિયા ખાતા હોય તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. ત્યારે આ વાતનો ખુલાસો જ્યારે ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા પાસે માંગ્યો તો એમને નકારી દીધો હતો. રશ્મિકાંત વસાવાએ લથડિયા ખાવા પાછળ એક તર્કપૂર્વકનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, મને પગમાં સમસ્યા હતી, જેણા કારણે મને તકલીફ થતી હતી. પરંતુ કાર્યક્રમ સ્થળના દ્રશ્યો હકીકત કંઈક અલગ બતાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમમાં ભાજપ કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર હતા, ત્યારે સ્ટેજ પર છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઝોકો મારી રહ્યા હતા.