+

Chitrakut Awards 2023: પ્રાથમિક શાળાના દરેક જિલ્લાના એક શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડથી નવાજવામાં આવશે

Chitrakut Awards 2023: મોરારિબાપુ ગુજરાતના શિક્ષણ,સાહિત્ય અને સાંસ્કૃતિક જગતની અનન્ય સેવા કરી રહ્યાં છે. તેના એક ભાગરૂપે દર વર્ષે પ્રાથમિક શાળાના દરેક જિલ્લાના એક શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડથી નવાજવામાં આવે છે.…

Chitrakut Awards 2023: મોરારિબાપુ ગુજરાતના શિક્ષણ,સાહિત્ય અને સાંસ્કૃતિક જગતની અનન્ય સેવા કરી રહ્યાં છે. તેના એક ભાગરૂપે દર વર્ષે પ્રાથમિક શાળાના દરેક જિલ્લાના એક શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડથી નવાજવામાં આવે છે. સને 2000 થી શરૂ થયેલો આ એવોર્ડ 2023 માં 24 મો એવોર્ડનો મણકો છે. આ એવોર્ડ ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદગી પામેલાં દરેક જિલ્લાના એક શિક્ષકને રૂપિયા 25000 ની રાશિ પ્રશસ્તિપત્ર અને સૂત્રમાલાથી મોરારિબાપુ સન્માન કરે છે.

આ એવોર્ડ સમારંભ આગામી 31 જાન્યુઆરી બુધવારના રોજ ચિત્રકૂટધામ તલગાજરડામાં આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં 33 જિલ્લાના 33 શિક્ષકો અને રાજ્ય ગુજરાત રાજ્ય શિક્ષક સંઘની સાથે સંકળાયેલા બે નગરપાલિકા શિક્ષક સંઘના બે શિક્ષકો મળીને નીચેના કુલ 35 શિક્ષકોને આ એવોર્ડ એનાયત કરશે. તેની સાથોસાથ તલગાજરડા કન્યાશાળાનું લોકાર્પણ પણ થશે. આ સમારોહમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Chitrakut Awards 2023

Chitrakut Awards 2023

પ્રાથમિક શિક્ષકોના જાહેર થયેલા ચિત્રકુટ એવોર્ડના નામો આ પ્રમાણે છે

(૧) મુકેશભાઈ હરસિંગભાઈ ચૌધરી મુખ્ય શિક્ષક, બીજુરપાડા પ્રાથમિક શાળા, તા. સુબીર, જિ.ડાંગ.

(૨) હેતલકુમાર ઊંકાભાઈ ટંડેલ ઉપશિક્ષક, સંઘાડીપાડા-વલવાડા પ્રાથમિક શાળા, તા.ઉમરગામ, જિ.વલસાડ.

(૩) રાજેશકુમાર અંબારામભાઈ ઝાલરિયા મુખ્ય શિક્ષક, છાપરા પ્રાથમિક શાળા, તા.જિ.નવસારી.

(૪) રાકેશકુમાર ગજાનંદ મહેતા સી.આર.સી. કો.ઓ. સિથાણ, તા.ઓલપાડ, જિ.સુરત.

(૫) નિલેશભાઈ દિનેશભાઈ ચૌધરી ઉપશિક્ષક, ભીલ ફળીયા પ્રાથમિક શાળા, ઉમરવાવ નજીક, તા.ડોલવણ, જિ.તાપી.

(૬) કાળીદાસ ઝવેરભાઈ રોહિત મુખ્ય શિક્ષક, વાગલખોડ પ્રાથમિક શાળા, તા.વાલીયા, જિ.ભરૂચ.

(૭) જશવંતભાઈ કાળુભાઈ પરમાર મુખ્ય શિક્ષક, વવીયાલા (ન.પુ.વ.) પ્રા. શાળા, તા.ગરુડેશ્વર, જિ.નર્મદા.

(૮) પ્રિયતમાબેન કાભયસિંહ કનિજા ઉપશિક્ષક, ધનિયાવી પ્રાથમિક શાળા, તા.જિ.વડોદરા.

(૯) રામસીંગભાઈ છોટીયાભાઈ રાઠવા ગૃપાચાર્ય, ભીલપુર ગૃપ પ્રાથમિક શાળા, તા.જિ.છોટાઉદેપુર.

(૧૦) હિરેનકુમાર હસમુખભાઈ શર્મા ઉપશિક્ષક, વાવડી પ્રાથમિક શાળા, તા.જિ.ખેડા.

(૧૧) શ્રધ્ધાબેન ગોવિંદકુમાર ભાવસાર ઉપશિક્ષક, નાપાડ વાંટા કુમાર શાળા, તા.જિ.આણંદ.

(૧૨) આરતીબેન વલ્લભદાસ શર્મા મુખ્ય શિક્ષક, મીરોલી પે સેન્ટર શાળા, તા.દસક્રોઈ, જિ.અમદાવાદ.

( ૧૩) ધર્મેશકુમાર ડાહ્યાભાઈ ગજ્જર ઉપશિક્ષક, રામાજીના છાપરા પ્રાથમિક શાળા, તા.દહેગામ, જિ.ગાંધીનગર.

(૧૪) અરવિંદકુમાર મોહનલાલ પંચાલ મુખ્ય શિક્ષક, સદનપુર પ્રાથમિક શાળા, તા.શહેરા, જિ.પંચમહાલ.

(૧૫) ચંદ્રિકાબેન ઘમીરભાઈ ખાંટ ઉપશિક્ષક, આંબા પ્રાથમિક શાળા, તા. સંતરામપુર, જિ.મહીસાગર.

(૧૬) સુરેશભાઈ રમેશભાઈ માળી ઉપશિક્ષક, પુંસરી પ્રાથમિક શાળા, તા.જિ.દાહોદ.

(૧૭) રશ્કિનકુમાર કાન્તિલાલ પટેલ ઉપશિક્ષક, હરિનગર પ્રાથમિક શાળા, તા.હિંમતનગર, જિ.સાબરકાંઠા.

(૧૮) ધર્મેશકુમાર નવનીતલાલ સોની મુખ્ય શિક્ષક, પાલડી પ્રાથમિક શાળા, તા.બાયડ, જિ.અરવલ્લી.

(૧૯) દિપ્તીબેન ધીરજકુમાર જોષી ઉપશિક્ષક, બાલસાસણ પ્રાથમિક શાળા, તા. જોટાણા, જિ.મહેસાણા.

(૨૦) દશરથભાઈ દેવાભાઈ પ્રજાપતિ મુખ્ય શિક્ષક, વૃંદાવન પ્રાથમિક શાળા-બંધવડ, તા.રાધનપુર, જિ.પાટણ.

(૨૧) મફાભાઈ ગોવાભાઈ પરમાર ઉપશિક્ષક, તાલેગઢ પ્રાથમિક શાળા, તા.ડીસા, જિ.બનાસકાંઠા.

(૨૨) સુરેશભાઈ મફાભાઈ મકવાણા ઉપશિક્ષક, માથક પ્રાથમિક શાળા, તા. અંજાર, જિ.કચ્છ.

(૨૩) વિરમભાઈ નાનુભાઈ ડાંગર મુખ્ય શિક્ષક, ખેરવા પે સેન્ટર શાળા, તા.પાટડી, જિ.સુરેન્દ્રનગર.

(૨૪) હર્ષિદાબેન મોહનભાઈ વિરડીયા ઉપશિક્ષક, જામકંડોરણા તાલુકા શાળા, તા. જામકંડોરણા, જિ.રાજકોટ.

(૨૫) અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયા ઉપશિક્ષક, નાની વાવડી કુમાર પ્રાથમિક શાળા, તા.જિ. મોરબી.

(૨૬) મુકેશકુમાર ચંદ્રકાન્તભાઈ વાઘેલા ઉપશિક્ષક, અવાણિયા કુમાર પ્રાથમિક શાળા, તા.ઘોઘા, જિ.ભાવનગર.

(૨૭) મુકેશકુમાર લાભુભાઈ સોજીત્રા ઉપશિક્ષક, ભંડારિયા પ્રાથમિક શાળા, તા.ગઢડા, જિ.બોટાદ.

(૨૮) ડૉ. તેજલબેન રમેશકુમાર રવિયા ઉપશિક્ષક, સાવરકુંડલા બ્રાન્ચ શાળા નં.૪, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.

(૨૯) હસમુખરાય ત્રિભોવનદાસ લશ્કરી ઉપશિક્ષક, કંકાણા પ્રાથમિક શાળા, તા. માંગરોળ, જિ.જુનાગઢ.

(૩૦) જયાબેન જેસીંગભાઈ ગોહિલ ઉપશિક્ષક, વેલણ પ્રાથમિક શાળા, તા.કોડીનાર, જિ. ગીરસોમનાથ.

(૩૧) કિરણબેન ભાયાભાઈ ભુતિયા ઉપશિક્ષક, પાંઉ સીમ શાળા – રાણાવાવ, તા.રાણાવાવ, જિ.પોરબંદર.

(૩૨) દક્ષાબેન રમેશભાઈ દવે મુખ્ય શિક્ષક, તરસાઈ તાલુકા શાળા, તા. જામજોધપુર, જિ.જામનગર.

(૩૩) રવિકુમાર જાદવજીભાઈ નરિયાપરા મુખ્ય શિક્ષક, દાંતા પ્રાથમિક શાળા, તા.ખંભાલિયા, જિ.દેવભૂમિ દ્વારકા.

(૩૪) શિતલબેન પ્રતાપરાય દવે ઉપશિક્ષક, રોકડીયા હનુમાનપરા પ્રાથમિક શાળા-નગર શિક્ષણ સમિતિ-અમરેલી.

(35) ચિરાગકુમાર પ્રવિણકુમાર જોષી મુખ્ય શિક્ષક, થલતેજ અનુપમ પ્રાથમિક શાળા નં.૨, મહાનગર શિક્ષણ સમિતિ-અમદાવાદ

Whatsapp share
facebook twitter