+

NASA: ‘ચંદ્ર પર કબજો કરવા માંગે છે ચાઈના’ નાસાના પ્રમુખ બિલ નેલ્સને આપી ચેતવણી

NASA: ચીન અત્યારે પોતાના હરકતોથી બાજ આવી રહ્યું નથી. કોઈક વાર પાકિસ્તાન સાથે રમત રમી ભારતને ઘેરવાનો પ્રયત્ન કરે છે તો બીજી બાજુ અમેરિકા સાથે પણ દાવ રમી રહ્યું છે.…

NASA: ચીન અત્યારે પોતાના હરકતોથી બાજ આવી રહ્યું નથી. કોઈક વાર પાકિસ્તાન સાથે રમત રમી ભારતને ઘેરવાનો પ્રયત્ન કરે છે તો બીજી બાજુ અમેરિકા સાથે પણ દાવ રમી રહ્યું છે. આ દરમિયાન નાસા (NASA)ના પ્રમુખ બિલ નેલ્સને ચીનને લઈને એક હેરાન કરતો દાવો કર્યો છે. બિલ નેલ્સને કહ્યું કે, ચીન અંતરિક્ષમાં એક ગુપ્ત સૈન્ય કાર્યક્રમ ચલાવી રહ્યું છે, જેથી તે ચંદ્ર પર પોતાનો દાવો કરી શકે, નેલ્સનના જણાવ્યા પ્રમાણે ચાઈના આ માહિતીને જાણી જોઈને છુપાવી રહ્યું છે.

ચીન અંતરિક્ષમાં એક ગુપ્ત સૈન્ય કાર્યક્રમ ચલાવે છેઃ નેલ્સન

આ બાબતે નેલ્સને વધુમાં કહ્યું કે, ચીન હંમેશાથી કહેતું આવ્યું છે કે અંતરિક્ષમાં તેની તમામ ગતિવિધિઓ વૈજ્ઞાનિક છે. તેનો હેતુ કોઈપણ રીતે અતિક્રમણ કરવાનો નથી. પરંતુ ચીનના ઈરાદાઓ કઈક અલગ છે. અમને લાગે છે કે ચીને અવકાશના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ કરી છે, પરંતુ તેના મોટાભાગના કાર્યક્રમો ગોપનીય રહ્યા છે. અમેરિકા અને ચીન બંને ચંદ્ર પર કાયમી બેઝ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વર્ષે માર્ચમાં, ચીની વૈજ્ઞાનિકોએ ડિઝનીલેન્ડના કદના ચંદ્ર આધાર બનાવવાની જાહેરાત કરી હતી.

અમેરિકા હંમેશા ચંદ્રને લઈને ચિંતિત રહે છેઃ નેલ્સન

નેલ્સને કહ્યું કે, ચીનના ઈરાદાઓથી લાગે છે કે, તે ચંદ્રના કેટલાક ભાગો પર પોતાનો કબ્જો જમાવી રહ્યું છે. અમે એક રેસમાં છીએ. 2030 સુધીમાં ચંદ્ર પર ઉતરવાની તૈયારી. અમે ત્યાં જલ્દી પહોંચવા માંગીએ છીએ. આર્ટેમિસ III સપ્ટેમ્બર, 2026 માં લોન્ચ કરવામાં આવશે. ખરેખર, અમેરિકા હંમેશા ચંદ્રને લઈને ચિંતિત રહે છે. તે ચીનને પોતાનો સૌથી મહત્વપૂર્ણ હરીફ માને છે. પરંતુ નેલ્સનનો દાવો છે કે અમેરિકા ચીન કરતાં ઘણું આગળ છે. તેમણે કહ્યું કે જો ચીન પહેલા ત્યાં પોતાનું બેઝ બનાવવાનું શરૂ કરે તો તે ચંદ્રના કેટલાક હિસ્સા પર દાવો કરી શકે છે. નાસા (NASA) આને લઈને ચિંતિત છે કારણ કે ચીને 2022માં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી લીધું છે. આ સાથે તેણે તેના ઉપગ્રહોની સંખ્યા બમણી કરી છે.

અંતરિક્ષમાં ચીનના તાકાત વધારી રહ્યું છે

ચાઈનાએ છેલ્લા ચાર વર્ષોમાં અંતરિક્ષ મિશનનો પાછલ અરબો ડોલરનો ખર્ચ કર્યો છે. યુએસ સ્પેસ ફોર્સના કમાન્ડરે ચીનના ટ્રેકિંગ સેટેલાઇટ વિશે ચેતવણી આપી છે, જેનો ઉપયોગ સૈન્ય કામગીરી પર નજર રાખવા માટે થઈ શકે છે. ચીન વિશાળ જાસૂસી બલૂન અને હાઇપરસોનિક મિસાઇલ પણ વિકસાવી રહ્યું છે. નેલ્સને એકવાર પહેલા પણ કહ્યું હતું કે, દક્ષિણ ચીન સાગરમાં જે રીતે ચીન પોતાનો રૈવેયો રાખી રહ્યું છે, તેનાથી સાબિત થાય છે કે, અંતરિક્ષમાં ચીનનો વ્યવહાર કેવો રહ્યો રહેશે. જો આવું થશે તો તે 1967ના આઉટર સ્પેસ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન હશે. તેમણે અંતરિક્ષમાં ચીનનો દાવો કરતા ડર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: World Earth Day 2024: આજે પ્લેનેટ Vs પ્લાસ્ટિકની થીમ પર વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી, આ વર્ષથી થઈ હતી શરૂઆત

આ પણ વાંચો: World Earth Day પર Google એ બનાવ્યું ખાસ Doodle

આ પણ વાંચો: Abrahamic: દુનિયામાં જન્મ્યો એક નવો ધર્મ, જેમાં નથી કોઈ ધર્મગ્રંથ કે કોઈ પુજારી!

Whatsapp share
facebook twitter