+

India-Kazakhstan : ચીન-પાકિસ્તાનને હવે લાગશે ઝટકો! ભારતે મુસ્લિમદેશ સાથે સૈન્ય કવાયત કરી તેજ…

ચીન-પાકિસ્તાનને હવે ઝટકો લાગશે કારણકે આતંકવાદને ટાર્ગેટ કરવા માટે ભારત કઝાકિસ્તાન સાથે મળીને 13 દિવસ લાંબો સૈન્ય યુદ્ધઅભ્યાસ કરવા જઈ રહી છે. ભારતના આ પગલાથી પાકિસ્તાન, તુર્કેઈ અને ચીન હેરાન…

ચીન-પાકિસ્તાનને હવે ઝટકો લાગશે કારણકે આતંકવાદને ટાર્ગેટ કરવા માટે ભારત કઝાકિસ્તાન સાથે મળીને 13 દિવસ લાંબો સૈન્ય યુદ્ધઅભ્યાસ કરવા જઈ રહી છે. ભારતના આ પગલાથી પાકિસ્તાન, તુર્કેઈ અને ચીન હેરાન થઇ શકે છે. કઝાકિસ્તાન સાથે ભારતના સંબંધ પાછળના કેટલા સમયથી મજબૂત જોવા મળી રહ્યા છે. આ યુદ્ધઅભ્યાસથી બંને દેશો વચ્ચેના સંબંધોને નવી દિશા મળશે.

 

ભારત-કઝાકિસ્તાન 30 ઓક્ટોબરથી ઓટ્ટારના કઝાક સૈન્ય મથક પર 13 દિવસીય સૈન્ય અભ્યાસ શરૂ કરવામાં આવશે. જેનો માત્ર ઉદ્દેશ્ય આતંકવાદી ગતિવિધિને રોકવાનો છે. ‘Kazind-2023’ સૈન્ય કવાયતની સાતમી આવૃત્તિમાં ભાગ લેવા માટે 120 આર્મી અને એરફોર્સના જવાનોની ભારતીય ટુકડી આજે કઝાકિસ્તાન જવા રવાના થઈ હતી.

 

 

 

સંરક્ષણ મંત્રાલયે સૈન્ય કવાયત અંગે આપી જાણકારી

સંરક્ષણ મંત્રાલયે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ યુદ્ધઅભ્યાસની આવૃત્તિમાં ભારત-કઝાકિસ્તાનના રાષ્ટ્ર કલ્યાણ અને આતંકવાદી ગતિવિધિને રોકવા માટે હાથ ધરવામાં આવી છે. મંત્રાલયે વધારેમાં જાણકારી આપતા કહ્યું કે, ‘Kazind-2023’ સૈન્ય કવાયત બંને પક્ષોને એકબીજાની વ્યૂહરચના, દાવપેચ અને પ્રક્રિયાઓ વિશે જ્ઞાન પૂરું પડશે. આ માટે આ સૈન્ય કવાયત બંને દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

 

 

આ યુદ્ધઅભ્યાસમાં કોણ-કોણ ભાગ લેશે

કઝાકિસ્તાન સાથે ભારતના સંબંધ મજબૂત થયા છે. તેવામાં આ યુદ્ધઅભ્યાસમાં ભારતીય સેનાની ડોગરા રેજિમેન્ટની બટાલિયનની આગેવાની હેઠળ 90 સૈનિકોનો સમાવેશ થયો છે. કઝાકિસ્તાનની ટુકડીનું પ્રતિનિધિત્વ મુખ્યત્વે કઝાક ગ્રાઉન્ડ ફોર્સના સધર્ન રિજનલ કમાન્ડના સૈનિકો દ્વારા કરવામાં આવશે. ઉપરાંત આ અભ્યાસમાં બંને દેશોના 30-30 વાયુસેનાના જવાનો પણ ભાગ લેશે.

 

આ  પણ  વાંચો –આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં ટ્રેન પાટા પરથી ઉતરી, બચાવ કામગીરી ચાલુ

 

Whatsapp share
facebook twitter