Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાણીયા ગામમાં ડીમોલેશનને લઈને બાળકોના ભાવી સાથે થઈ રહ્યા છે ચેડા

02:16 AM Apr 20, 2023 | Vipul Pandya

દેવગઢ બારીયા ની પાણીયા પ્રાથમિક શાળાની સ્થાપના 17978ની સાલમાં કરવામાં આવી હતી આ શાળામા કુલ ત્રણ શીક્ષીકો છે આ શાળા એક થી પાચ ધોરણ ના બાળકો અભ્યાસ કરેછે જેમા 64 બાળકો આવેલાછે 29છોકરીઓ અને 45છોકરાઓ શાળામા કુલ ચાર ઓરડાઓ નો સમાવેસ થાય છે સાથે એક એમ.ડી.એમ.રૂમ અને બે સોચાલયોનો પણ સમાવેસ થાય છે.  દેવગઢબારીયા તાલુકા ના તોયણી ગામે જમીન રિ – સર્વે કામગીરી માં ખેડૂતો ને અન્યાય તથા દિલ્હી મુંબઈ નેશનલ કોરીડોર હાઇવે રોડ પસાર થતા ડામોર ફળીયા વર્ગ પ્રાથમિક શાળા દબાણ માં જતા બાળકોને અભ્યાસ માં મોટી મુશ્કેલી ભોગવવા નો વારો આવવા ની નોબત ઉભી થઈ છે.
  

 દેવગઢબારીયા તાલુકા ના તોયણી ગામ ખાતે ત્રણ ચાર પ્રશ્નો નુ નિરાંકરણ લાવવું સરકાર માટે પણ યક્ષ પ્રશ્ન હોય તેમ જણાય છે.દેવગઢબારીયા તાલુકા માં થોડા મહિના અગાઉ સેટેલાઇટ દ્વારા તમામ ગામડા ની જમીન ની માપણી કરવામાં આવી જે માપણી માં તોયણી ગામ સહીત ઘણા ગામડા માં ખેડૂતો ને પોતાની જમીન માં વધારો અથવા વધારે જમીન ધારક ખેડૂતો ને જમીન ની નકલો માં ઘટાડો મળ્યો છે.જયારે તોયણી ગામના ડામોર ફળીયા વિસ્તાર માંથી દિલ્હી મુંબઈ કોરીડોર હાઇવે રોડ પસાર થાય છે જેમાં ડામોર ફળીયા ના બે ભગલા પડે છે. જે અવરજવર માટે માત્ર 2*2 મીટર નો રસ્તો આપવામાં આવેલ છે. કોઈને દવાખાને લઈ જવુ હોય તો 108 એમ્બ્યુલન્સ સેવા પણ મળી શકે તેમ નથી. અને અન્ય વાહનો પણ પસાર થવું અશક્ય છે. 

જયારે આ ડામોર ફળીયા માં ધોરણ 1 થી 5 ની વર્ગ પ્રાથમિક શાળા પણ આવેલ છે જે શાળા નુ બાંધકામ પણ રોડ ની કામગીરી માં સંપૂર્ણ દબાણ માં જતું હોય તંત્ર દ્વારા શાળા ના નવીન ઓરડા બનાવવા ની કામગીરી પણ હજુ શરૂ કરી નથી. બાળકો ના અભ્યાસ માટે પણ ભવિષ્ય માં ઓરડા વગર મોટો પ્રશ્ન છે તો સતવરે બાળકોનો શીક્ષણ ના બગળે અને બાળકોને વહેલી તકે કોય ભણવા માટે નવીની ઓરડા બનાવી આપે તે પ્રકારની માગ શાળા પરીવાર અને વાલીઓ કરી રહ્યા છે

ગુજરાત ફસ્ટ ની ટીમે તમામ ચીતાર મેળવ્યા બાદ  SDM જોડે મુલાકાત કરી અને આ બાબતે ઈન્ટરવ્યુ કરવાની વાત કરી ત્યારે તેમણે જણાવ્યુ કે આ બાબતે ચુટણી પેલા મારા ધ્યાન પર આયુ હતુ અને એ વીસે હાલ હુ કોય બાઈટ નહી આપી હકૂ તેમ જણાવ્યુ હતુ 

ત્યાર બાદ તેમણે ટેલિફોન દ્વારા અમારૂ સંપર્ક કરી તેમણે જણાવ્યૂકે તેઓએ ટી.પી.ઓ.જોડે વાત કરી છે અને હાલ અમે શાળા માટેની વૈકલ્પિક વેવસ્થા સોધી રહ્યા છીએ તે પ્રકારનુ જણાવ્યુ હતુ અને તેમણે કોડીનોર નેસ્નલ હાઈવે કો કંપની જોડે પણ ચર્ચા કરી અને વાત કરતા જણાવ્યુકે જ્યા સુધી શાળાની વેકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યા સુધી શાળા ત્યાથી હટાવામા નય આવે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.