Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM MODIની વડનગરની શાળાને જોવા જશે દેશભરના બાળકો….!

01:31 PM Jun 07, 2023 | Vipul Pandya
ગુજરાતના વડનગરની પ્રાથમિક શાળા જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો પ્રારંભિક અભ્યાસ કર્યો હતો તેને હેરિટેજ સ્કૂલ તરીકે વિકસાવવામાં આવી છે. હવે આ શાળા પ્રેરણા પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવી છે, જ્યાં દેશભરના બાળકો જઈ શકશે. આ શાળાને પ્રેરણા સ્થળ તરીકે વિકસાવવામાં આવી છે. આ શાળાનું સંરક્ષણ એએસઆઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ દેશના દરેક જિલ્લામાંથી બે વિદ્યાર્થીઓને શાળા જોવા અને સમજવા માટે મોકલવામાં આવશે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ  એક અલગ પ્રોજેક્ટ છે. તેનો હેતુ યુવાનોને પરિવર્તન લાવવા માટે પ્રેરિત કરવાનો છે.
દેશના 740 જિલ્લાની શાળાઓને પ્રેરણા મળશે
આ શાળાને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે ભવિષ્યમાં પ્રાથમિક શિક્ષણનું મોડેલ બની શકે. તેનાથી દેશના 740 જિલ્લાની શાળાઓને પ્રેરણા મળી શકે છે. આ શાળાને ખાસ ટેકનોલોજીથી પણ સજ્જ કરવામાં આવી છે, જ્યાં બાળકો આધુનિક ટેકનોલોજી દ્વારા અભ્યાસ કરી શકશે. આ શાળાની સ્થાપના 1888માં થઈ હતી અને 2018 સુધી તે ચાલતી હતી. સમગ્ર મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે આ શાળા એક મોટો પ્રયોગ છે. આનાથી અન્ય શાળાઓને પણ પ્રેરણા મળશે. દરમિયાન આજે વડનગર વિશેની એક ડોક્યુમેન્ટરી પણ રિલીઝ થવા જઈ રહી છે, જે પ્રાઈમ વીડિયો અને ડિસ્કવરી ચેનલ પર બતાવવામાં આવશે.

એક બેચમાં 30 વિદ્યાર્થીને મોકલાશે
પીએમ મોદીની શાળાને પ્રેરણા નામ અપાયું છે અને ત્યાં દેશભરના બાળકોને એક અઠવાડીયાની સ્ટડી ટૂર માટે મોકલાશે. દેશના 750 જીલ્લામાંથી દરેક જીલ્લા મુજબ 2 વિદ્યાર્થીને પસંદ કરીને એક બેચમાં 30 વિદ્યાર્થીને અહીં મોકલવામાં આવશે
 ડોક્યુમેન્ટ્રીમાં વડનગરનો ઈતિહાસ 
ડિસ્કવરી દ્વારા તૈયાર કરવામાં આવેલી ડોક્યુમેન્ટ્રીમાં વડનગરનો ઈતિહાસ જણાવવામાં આવશે. તે એ પણ બતાવશે કે કેવી રીતે આ વાઇબ્રન્ટ શહેર 2500 વર્ષથી સતત રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરમાં થયો હતો અને તેમણે પ્રારંભિક અભ્યાસ અહીંથી જ કર્યો હતો. આ ઉપરાંત તેઓ તેમના પિતા સાથે વડનગર રેલ્વે સ્ટેશન પર પણ કામ કરતા હતા. પીએમ નરેન્દ્ર મોદીના પિતાની રેલવે સ્ટેશન પર જ ચા-સ્ટોલ હતી. તેને હેરિટેજ રેલવે સ્ટેશન તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે.

વડનગર સાંસ્કૃતિક, વેપારી કેન્દ્ર
એક અધિકારીએ જણાવ્યું કે વડનગર સાંસ્કૃતિક, વેપારી કેન્દ્ર રહ્યું છે. આ ઉપરાંત, તે પશ્ચિમ ભારતમાં બૌદ્ધ ધર્મનું અધ્યયન કેન્દ્ર પણ હતું. ચીનના વિદ્વાન ઝુઆનઝાંગે પણ 7મી સદીમાં વડનગરની મુલાકાત લીધી હતી. તેમણે આ શહેરને આનંદપુર નામથી સંબોધ્યું છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ નરેન્દ્ર મોદીની શાળા અને વડનગર રેલવે સ્ટેશનને હેરિટેજ સાઇટ તરીકે વિકસાવવામાં આવ્યા છે. આ સ્થળોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.

પીએમ મોદીએ વડનગરનો કર્યો વિકાસ
પીએ મોદી આ શાળામાં અભ્યાસ કરતાં અને પિતાના ચા ના સ્ટોલ પર પણ કામ કરતાં હતા. બાળ વયે તેઓ આરએસએસના સ્વયંસેવક બન્યા હતા અને સંઘમાં પ્રચારક તરીકે કામ કર્યા બાદ તેઓ ભાજપમાં સંગઠનમાં જોડાયા હતા અને ત્યાર બાદ ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન બન્યા છે. જો કે વડાપ્રધાન પદે પહોંચ્યા પછી પણ તેઓ પોતાના વતન વડનગરને ભુલ્યા નથી. અહીં વિકાસના અનેક કાર્યો તેમણે કર્યા છે.