+

દાહોદમાં ચાઇલ્ડ વેલફેર કમિટીએ અટકાવ્યા બાલલગ્ન, માતા-પિતાની કરી અટકાયત

દાહોદ જીલ્લામાં બાળ લગ્ન નાબૂદ કરવા અંગે અગાઉ જાહેર સમાચાર પત્રોમાં બાળ લગ્ન પ્રતિબંધક અઘિકારી દ્વારા લોકોને આહવાન કરવામાં આવ્યું હતું. તેનાથી પ્રેરિત થઈ એક જાગૃત નાગરિક દ્વારા ફતેપુરા તાલુકાના પાટવેલ ગામમાં સંભવિત બાળ લગ્ન અંગે જાણકરી આપવામાં આવી હતી. જેના આધારે બાળ લગ્ન પ્રતિબંધક અઘિકારી સહ સમાજ સુરક્ષા અધિકારીનાં માર્ગદર્શન અને સુચનાથી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને તà
દાહોદ જીલ્લામાં બાળ લગ્ન નાબૂદ કરવા અંગે અગાઉ જાહેર સમાચાર પત્રોમાં બાળ લગ્ન પ્રતિબંધક અઘિકારી દ્વારા લોકોને આહવાન કરવામાં આવ્યું હતું. તેનાથી પ્રેરિત થઈ એક જાગૃત નાગરિક દ્વારા ફતેપુરા તાલુકાના પાટવેલ ગામમાં સંભવિત બાળ લગ્ન અંગે જાણકરી આપવામાં આવી હતી. જેના આધારે બાળ લગ્ન પ્રતિબંધક અઘિકારી સહ સમાજ સુરક્ષા અધિકારીનાં માર્ગદર્શન અને સુચનાથી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ તથા પી. એસ. આઈ. જી.કે.ભરવાડ  એક બીજા નાં સહયોગથી સ્થળ મુલાકાત કરી સંભવિત બાળ લગ્ન અટકાવવાની કામગીરી કરી હતી
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ભાવરા ગામના રહેવાસી વિજયભાઈ વલ્લભભાઈ કરકર , ફતેપુરા તાલુકાના પાટવેલ ગામની  સગીર કન્યા સાથે સંભવિત બાળ લગ્ન માટે આવવાના હતાય સગીર કન્યાની જાન સંભવિત લગ્નના સ્થળે પહોંચે તે પહેલા જ બાળ લગ્ન પ્રતિબંધક ટીમે સ્થળ પરથી સગીર કન્યાના પિતા અને માતાનો સંપર્ક કરી સદર બાળકીના ઉંમરના પુરાવા અંગે પૃચ્છા કરી હતી, અને પુરાવા ચકાસતા બાળકી  બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ છોકરી સગીર વયની છે તેવું જાણવા મળ્યું હતું. 
 
જે ધ્યાને લઈ ટીમ દ્વારા તાત્કાલિક બાળકીનું રેસ્ક્યુ કરી અને તેના માતા પિતાની અટક કરી ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા લઈ જવામાં આવ્યા હતા. સગીર બાળકીનાં વાલી વિરુદ્ધ બાળ લગ્ન અટકાયતી પગલાંની કાર્યવાહી કરવામાં આવી હતી . અને બાળકીનું રેસ્કયું કરી બાળકી ને બાળ કલ્યાણ સમિતિનાં ચેરમેન નરેન્દ્ર ભાઈ સોની સમક્ષ રજુ કરવાની તજવીજ પૂર્ણ કરાઇ હતી, અને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ 2015 સુધારા અધિનિયમ 2021 મુજબ બાળકનાં શ્રેષ્ઠ હિતને ધ્યાને લઈ બાળકીને કુટુંબમાં પુનઃસ્થાપન કરવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Whatsapp share
facebook twitter