Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદમાં પાડોશીએ જ બાળકનું અપહરણ કર્યુ, બાળક ગંભીર હાલતમાં મળ્યું, જુઓ સીસીટીવી

08:08 PM Apr 28, 2023 | Vipul Pandya

અમદાવાદમાં બાળકના એપહરણનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. શહેરના સોલા વિસ્તારમાંથી પાડોશી દ્વારા જ 6 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. માત્ર એટલું જ નહીં, પરંતુ અપહરણ બાદ બાળકને ગંભીર ઇજાઓ પણ પહોંચાડવામાં આવી છે. હેબતપુરમાં આવેલા પાર્ક વ્યુ નામના એપાર્ટમેન્ટનો આ બનાવ છે. સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા વડે આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે.
સોસાયટી કમ્પાઉન્ડમાંથી અપહરણ
સોલા વિસ્તારમાં આવેલા પાર્ક વ્યુ એપાર્ટમેન્ટમાં 6 વર્ષનો જીયાંશ કાપડીયા જ્યારે સોસયટીના કમ્પાઉન્ડમાં રમતો હતો, ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. જીયાંશ જ્યારે સમયસર ઘરે ના પહોંચતા તેના પરિવારે સોસાયટીમાં શોધખોળ આદરી હતી. આમ છતા જીયાંશની ભાળ ના મળતા પરિવારે આ અંગે પોલીસને જાણ કરી હતી. ફરિયાદ બાદ પોલીસ તુરંત જ હરકતમાં આવી હતી અને તપાસ આદરી હતી. પોલીસે સોસાયટીમાં આવી પબૂછપરછ કરી અને સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં અપહરણનો ખુલાસો થયો હતો.
સોસાાયટીના જ રહીશે અપહરણ કર્યુ
સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. જે મુજબ જીયાંશ કાપડીયાનું અપહરણ તે જ સોસાયટીમાં રહેતા રાહુલ પટેલ નામના વ્યક્તિએ કર્યુ હતું. સીસીટીવીમાં જોઇ શકાય છે કે રાહુ પટેલ પોતાની અમેઝ કારની ડિકીમાં બાળકને લઇ જાય છે. પપરિવાર દ્વારા જે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તે પ્રમાણે રાહુલ પટેલ દ્વારા બાળકનું અપહરણ કરવામાં આવ્યું અને બદમાં અવાવરું જગ્યાએ જઇને તેને ઉતારી દેવામાં આવ્યો. 
બાળક ગંભીર હાલતમાં મળી આવ્યો,
અપહરણ થયેલા બાળકના પિતા જીગર કાપડીયાએ જણાવ્યું કે રાહુલ નામના વ્યક્તિએ મારા દીકરાનું અપહરણ કરીને ખરાબ રીતે માર માર્યો હતો. ત્યારબાદ તેને એવી જગ્યા પર ફેંકી દીધો હતો કે જ્યાં કોઇ આવતું જતું નહોંતુ. શીલજના બ્રિજની પાસે જુની આનંદનિકેતન સ્કૂલ છે તેની પાસે જીયાંશને ફેંકી દેવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ બાળક અત્યારે સારવાર હેઠળ છે. 
પોલીસે આરોપી રાહુલ પટેલની અટકાયત કરી
આ સમગ્ર મામલે પોલીસે હવે રાહુલ પટેલની અટકાયત કરી છે અને પૂછપરછ શરુ કરી છે. પોલીસ હાલ અપહરણ શા માટે કર્યુ તે સવાલનો જવાબ મેળવવા ના પ્રયાસ કરી રહી છે. જો કે હજુ સુધી આ અંગે કોઇ નક્કર વાત સામે આવી નથી. અત્યારે તો પોલીસે રાહુલ પટેલ સામે અપહરણ અને હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધ્યો છે.