Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Child Upbringing Tips: તમારા બાળકોને સફળતાની શિખરે જોવા ઈચ્છતા હોય તો, આટલું કરો

06:59 PM Apr 24, 2024 | Aviraj Bagda

Child Upbringing Tips: આધુનિક સમયમાં દરેક જેટલી સુવિધાઓની ઉદ્ભવી રહી છે, તો બીજી તરફ પડકારો પણ એટલા જ સામે આવે છે. હાલમાં, જે રીતે દરેક ક્ષેત્રોમાં આધુનિકરણ અને ટેક્નોલોજીનો મહિમા વધ રહ્યો છે, તેમાં બાળકોની પરવરિશ મુખ્ય પ્રશ્ન બન્યો છે. કારણ કે… દરેક માતા-પિતા પોતાની સંતાનને સફળતાના શિખરે પહોંચેલા જોવા માટે ઈચ્છતા હોય છે. તો પોતાના બાળકે સફળતાના માર્ગે આગળ વધારવા માગતા હોય, તો પરવરિશ દરમિયાન અનેક બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે.

  • બાળકોમાં અનુશાસન અને અંકુશ હોવું જોઈએ

  • સૌ પ્રથમ માતા-પિતાએ આદતોમાં સુધારો કરવો જોઈએ

  • બાળકોને હોબીને લઈ પ્રોત્સાહન આપવું જોઈએ

માતા-પિતાઓ બાળકોની પરવરિશ દરમિયાન અંકુશ પર સૌથી વધારે ધ્યાન રાખવું જોઈએ. દરેકના જીવનમાં અનુશાસન અને અંકુશ હોવું જરૂરી છે. તો માતા-પિતાના પોતાની સંતાનને જો સફળતાના માર્ગે મોખરે જોવા માગતા હોય, તો સંતાનોને અનુસાશન અને અંકુશની સમજ યોગ્યરીતે આપવી જોઈએ. તેના માટે માતા-પિતાએ સૌથી પ્રથમ પોતાની રોજિંદા જીવનના કાર્યકાલમાં ફેરફાર કરવો પડશે.

આ પણ વાંચો: Bikaner Natural Disaster: રાતોરાત રાજસ્થાનના ગામમાં ભયાવહ ખાડો પડતા કલમ 144 લાગુ

સૌ પ્રથમ માતા-પિતાએ આદતોમાં સુધારો કરવો જોઈએ

એક ઉદાહરણ સ્વરૂપે આપણી જાણીએ કે, આજના સમયમાં સૌથી વધારે માતા-પિતા બાળકોને ફોનનો ઉપયોગ કરવાથી રોકતા હોય છે. પરંતુ માતા-પિતા જ બાળકોની સામે કલાકો સુધી ફોનનો વપરાશ કરતા હોય છે. બસ આવી જ રીતે બાળકો માતા-પિતાની વિવિધ ટેવોનું અનુકરણ કરતા હોય છે. તેથી બાળકોને જે ટેવ અને આદત માતા-પિતા પડાવવામા માગતા હોય, તે સૌ પ્રથમ માતા-પિતાએ અપનાવી જોઈએ.

આ પણ વાંચો: શિક્ષકે ઠપકો આપતાં બાળકે કહ્યું- ‘પપ્પા પોલીસમાં છે, તમને ગોળી મારશે’ Video Viral

બાળકોને હોબીને લઈ પ્રોત્સાહન આપવું જોઈએ

તે ઉપરાંત જો તમે બાળકોની અભિવ્યક્તિમાં સુધારો કરવા માગતા હોય, તો તેને શિક્ષણ ઉપરાંત અનેક વસ્તુઓ સાથે ઓળખ કરાવી જોઈએ. જેમ કે બાળકોની રૂચિ અનુસાર Art, Painting, Music, Dance અને Sports ક્ષેત્રે તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. તેના કારણે બાળકોની અભિવ્યક્તિમાં સુધારો આવે છે. તે ઉપરાંત બાળકોને વ્યવહારુ માહિતી પણથી અવગત કરવા જોઈએ.

આ પણ વાંચો: HD Deve Gowda ના રાહુલ પર પ્રહાર, કહ્યું- ‘માત્ર તે પાર્ટી જ આટલા બધા વચનો આપી શકે છે, જે સત્તામાં નહીં આવે…’