Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ડભોઇમાં ચિકન-મટન વેચતી દુકાનો પર દરોડા, 6 દુકાન સીલ

11:05 PM Apr 14, 2023 | Vipul Pandya

ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મટન અને ચિકન વેચાણ કરતા ડભોઇ (Dabhoi)ના ચીકન સેન્ટરો ની દુકાનો ઉપર ડભોઇ નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી. ૬ જેટલી દુકાનો પર સીલ મારવામાં આવ્યા હતા. ડભોઇના નગરમાં છેલ્લા કેટલા વર્ષોથી લાઇસન્સ અને એન ઓ સી રીન્યુ ના કરવાથી ચિકન સ્લોટીગમાં અને  સ્લોટર હાઉસ માંથી ચિકન ખરીદી કરવા માટે કોઈ સરકાર માન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નોંધાયેલા અને ગુજરાત રાજ્ય પ્રદૂષણ લાયસન્સ ધરાવતા નહિ હોવાથી ડભોઇ નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવી.

 ૬ જેટલી દુકાનોને નોટિસ બજવી કાર્યવાહી 
ડભોઇ કોટ વિસ્તારમાં ધમધમતી મટન અને ચિકનની શોપ અને કેબીનો ઉપર નગર પાલિકા તંત્ર – ફ્રૂડ વિભાગના અધિકારીઓ દ્વારા સપાટો બોલાવીને ૬ જેટલી દુકાનોને નોટિસ બજવી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આજરોજ આ દુકાનોને બંધ કરાવી હતી. ત્યારે સ્થાનિક રહીશો અને રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. નગરપાલિકાના સૂત્રોએ જણાવેલી વિગત મુજબ ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર વિવિધ મટન શોપમાં યોગ્ય સાફ સફાઈ સહિતની આવશ્યકતા અને જુદા જુદા કારણો અંગે યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં લેવા આદેશ કર્યો હતો.

સાફ-સફાઈના યોગ્ય નીતિ નિયમોનું પાલન ન કરાતાં કાર્યવાહી
આ અંગે ડભોઇ નગરપાલિકાના કમૅચારીઓ અને ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કમૅચારીઓની ટીમે ડભોઇ નગરમાં આવેલ આવી મટન શોપો સામે કાર્યવાહી હાથ ધરી હતી અને તેને બંધ કરવાની કામગીરી કરી કડક પગલાં ભર્યા હતાં. નગરમાં આવેલી કેટલીક મટન અને ચિકનની શોપ-કેબીનો સામે પાલિકા તંત્રએ લાલ આંખ કરી કાર્યવાહી કરી હતી. જેમાં કેટલીક મટન-ચિકન શોપ – કેબીનોમાં યોગ્ય ધારા ધોરણો અને સાફ-સફાઈના યોગ્ય નીતિ નિયમોનું પાલન ન કરાતાં તેમજ જરૂરી સ્વચ્છતા નહીં રાખતી હોવાની જાણ પાલિકા તંત્રને થતાં નગરપાલિકાની ટીમે તાત્કાલિક ધોરણે તપાસ . હાથ ધરવામાં આવી માં કેટલાક નીતિ નિયમોનું ઉલ્લંઘન અને યોગ્ય સાફ સફાઈ નહીં થતી હોવાનું તપાસ પાલિકાની ટીમને નજરે ચડ્યું હતું. જ્યારે કેટલીક મટન-ચિકનની શોપ-કેબીનોમાં યોગ્ય નીતિ નિયમો અનુસાર નહીં હોવાની પણ માહિતી મળી હતી. જેથી પાલિકાનાની ટીમે સાથે મળીને કુલ ૬ જેટલી આવી શોપ-કેબીનો તાત્કાલિક અસરથી બંધ કરાવી હતી. 

               
હાઇકોર્ટના આદેશ મુજબની સાફ સફાઈનો અભાવ હતો
આ અંગે પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આ તમામ પૈકીની કેટલીક મટન શોપમાં હાઇકોર્ટના આદેશ મુજબની સાફ સફાઈનો અભાવ હતો તથા ક્યાંક મટન ચિકન શોપમાં લાયસન્સ દેખાય તેવી રીતે લગાવામાં આવ્યા ન હતાં.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ