Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Chhotaudepur Election Voting: પ્રથમ દિવસે છોટાઉદેપુર જિલ્લામાં 255 મતદાતાઓએ મતદાન કર્યું

09:01 AM Apr 26, 2024 | Aviraj Bagda

Chhotaudepur Election Voting: એક પણ લાયક ઉમેદવાર મતદાન કરવાથી વંચિત ના રહી જાય તે માટે ચૂંટણી તરફ તંત્ર તરફથી એક નવી પહેલ કરવામાં આવી છે. છોટાઉદેપુર લોકસભા બેઠક વિસ્તારમાં ઘરબેઠા મતદાન પ્રક્રિયાનો આજથી પ્રારંભ થવા પામ્યો છે. જેમાં આજે પ્રથમ દિવસે છોટાઉદેપુર જિલ્લામાં 255 મતદાતાઓએ પોતાના અમૂલ્ય મતનો દાન કર્યો હતો.

  • ઘરબેઠા મતદાન પ્રક્રિયાનો આજથી પ્રારંભ

  • 255 થી વધુ મતદાતાઓએ ઘરબેઠા મતદાન વિકલ્પ પસંદ કર્યો

  • આ પ્રક્રિયા બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે

જેમાં ઘરબેઠા મતદાનનો વિકલ્પ મતદાતાઓને આપવામાં આવ્યું છે. જે વયોવૃદ્ધ હોય અને દિવ્યાંગ હોય અને જેઓ મતદાન કેન્દ્ર સુધી નહીં આવી શકતા મતદાતાઓ માટે ઘરબેઠા મતદાનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ કામગીરીનો આજથી પ્રારંભ થવા પામ્યો છે. ચૂંટણી તંત્રની ટીમો દ્વારા ઘરે-ઘરે ફરી મતદાન કરાવવામાં આવી રહ્યુ છે.

Chhotaudepur Election Voting

આ પણ વાંચો: CR Patil : સામ પિત્રોડાનાં નિવેદન સામે CR પાટીલના આકરા પ્રહાર! કહ્યું- કોંગ્રેસને લૂંટવાની ટેવ..!

255 થી વધુ મતદાતાઓએ ઘરબેઠા મતદાન વિકલ્પ પસંદ કર્યો

જેમાં આજે પ્રથમ દિવસે છોટા ઉદેપુર જીલ્લાના કુલ 255 મતદાતાઓએ મતદાન કરી પોતાની લોકશાહીના પર્વની ફરજ અદા કરી હતી. જેમાં છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં 90 પાવી જેતપુર વિધાનસભા મત વિસ્તારના 53 અને સંખેડા વિધાનસભા મત વિસ્તારના 112 મતદાતાઓએ મતદાન કર્યું હતું. છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં 255 થી વધુ મતદાતાઓએ ઘરબેઠા મતદાન કરવાના વિકલ્પને પસંદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: BJP ના આ નેતાને ટાંકી Lalit Vasoya એ કહ્યું, તેમની વિરુદ્ધ મારે હાર માટે ઉમેદવારી નોંધાવી પડત..!

આ પ્રક્રિયા બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે

તો આ સાથે દરેક વિધાનસભા મત ક્ષેત્રમાં 4 થી સાત ટીમો આ કામગીરી માટે બનાવવામાં આવી છે. જેમાં મતદાન અધિકારી, સહાયક મતદાન અધિકારી, માઈક્રો ઓબ્ઝર્વર, વિડીયોગ્રાફર, પોલિટિકલ પાર્ટી તેમજ ઉમેદવારનો પ્રતિનિધિનો પણ સમાવેશ થાય છે. આ સાથે સમગ્ર પ્રક્રિયા દરમિયાન મતની ગોપનીયતા રહે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલીયાનાઓ દ્વારા જણાવેલ કે આ કામગીરીની પ્રક્રિયા બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો: HASMUKH PATEL : LRD અને PSIની ભરતી મામલે હસમુખ પટેલનું નિવેદન