Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Election Awareness: ચૂંટણી પહેલા આ જિલ્લાના લોકોને ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટ!

11:07 PM Apr 23, 2024 | Aviraj Bagda

Election Awareness: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

  • છોડાઉદેપુરમાં અનોખો મતદાન જાગૃતિ કાર્યક્રમ
  • જિલ્લાના વેપારી એસોસિએશન સાથે બેઠક યોજાઇ
  • આ નિર્ણય લોકશાહીની ઉજવણીમાં સહભાગી બનશે

ત્યારે મતદાનના દિવસે મતદાન કર્યા બાદ કર્યા બાદ જે મતદાર આંગળી પર શાહીનું નિશાન બતાવશે તેમને વિવિધ વસ્તુની ખરીદી ઉપર મળશે ડિસ્કાઉન્ટ. છોડાઉદેપુરમાં દવાની દુકાનો, કરિયાણાની દુકાનો, પેટ્રોલપંપ તેમજ કપડાં સહિતના નાના-મોટા વ્યવસાય કરતાં વ્યવસાયકારો મતદાન જાગૃતિ અભિયાન ‘અવસર ડિસ્કાઉન્ટ’ માં જોડાયા હતા.

આ પણ વાંચો: Amit Shah At Rajkot: રાજકોટની જનતાને રિઝવવા વિશાળ જનસભાને સંબોધશે કેન્દ્રીય ગૃહ મંત્રી

જિલ્લાના વેપારી એસોસિએશન સાથે બેઠક યોજાઇ

મતદાર જાગૃતિમાં જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશન પણ જોડાય તે માટે નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણીના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં નિવાસી અધિક કલેક્ટર દ્વારા જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

આ પણ વાંચો: Lok Sabha elections : ચૂંટણીને લઈ પંચ અને પોલીસે કરી આ ખાસ તૈયારી, જાણો શું કહ્યું ?

આ નિર્ણય લોકશાહીની ઉજવણીમાં સહભાગી બનશે

જિલ્લાના વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા ૪૮ જેટલા વેપારીઓ તેમની પ્રોડકટ પર 1 થી 50 ટકા સુધીની છુટ આપવાની સહમતી દર્શાવી હતી. જેમાં દવાઓ પર 10 ટકા, પેટ્રોલ પર 1 ટકા, ઓઇલ પર 10 ટકા, કરિયાણા પર 2 થી 5 ટકા, કાપડ પર 25 થી 50 ટકા તેમજ ફૂટવેર પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપવાની સંમતિ વ્યકત કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બનશે.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Bharuch Ice Apple Farming: ભરૂચમાં ખેડૂતો કેરી નહીં પણ તાડફળીના ખેતી કરી થયા માલામાલ