Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Chhotaudepur Coaching Center: છોટાઉદેપુરમાં સફળતા અકાદમી દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન આવ્યું કરવામાં

07:05 PM Feb 21, 2024 | Aviraj Bagda

Chhotaudepur Coaching Center: છોટાઉદેપુર નગરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate Service Selection Board) અને કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા પ્રસિદ્ધ થનાર તમામ પરીક્ષાઓ પાસ થનાર તમામ વિદ્યાર્થીઓ (Students) નું સન્માન કરવામાં આવ્યું હતું.

  • કુલ 200 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષામાં પાસ થયેલા
  • કાર્યક્રમમાં એક સેમીનાર પણ આયોજન કરાયું
  • 200 તેજસ્વી તારલાઓને સ્મૃતિચીન્હ અપાયા

કુલ 200 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષામાં પાસ થયેલા

ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate Service Selection Board) અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી તમામ પરીક્ષાને કાર્યક્રમમાં આવરી લેવામાં આવી હતી. તેથી છોટાઉદેપુરમાં સફળતા અકાદમી દ્વારા બિન સચિવાલય ક્લાર્ક, તલાટી , Forest, Railway, Post, MPHW, FHW, GNM, PSI, ASI, Police Constable, ટાટ અને ટેટ વગેરે પરીક્ષાઓમાં સફળતા મેળવી હતી. કુલ 200 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓમાં પાસ થયા હતા.

Chhotaudepur Coaching Center

કાર્યક્રમમાં એક સેમીનાર પણ આયોજન કરાયું

તેમજ આ અકાદમીમાં વિવિધ ક્ષેત્રની તાલીમ (Training) લઈ રહેલા વિદ્યાર્થીઓને તેમના ક્ષેત્રમાં કઈ પ્રકારની તૈયારીઓ કરવાથી સરળતાથી સફળ થઈ શકાય. તે અંગેનું માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે એક સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનાર ડૉ. શહેઝાદ કાજીના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.

200 તેજસ્વી તારલાઓને સ્મૃતિચીન્હ અપાયા

સફળતા અકાદમી દ્વારા ઉપસ્થિત મહાનુભવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોના હસ્તે વિવિધ વિભાગોની તાલીમ લઈ સફળ થયેલા 200 જેટલા તેજસ્વી તારલાઓને સ્મૃતિચીન્હ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અકાદમીમાં વિવિધ ક્ષેત્રોમાં તાલીમ (Training) લઈ રહેલા વિદ્યાર્થીઓ (Students) ના તેમના વિભાગમાં સફળ કેવી રીતે થઈ શકાય તે અંગેનું સરળ અને સચોટ માર્ગદર્શન આપી પ્રોસાહિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

અહેવાલ તૌફીક શેખ

આ પણ વાંચો: GIR : શ્રીબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી અને પ્રવાસનમંત્રીની હાજરી