Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CHHOTA UDEPUR : પંચાયતની 45 વર્ષ જૂની ઇમારત હવે અધ્યતન સુવિધાઓ સભર 3 કરોડના ખર્ચે નિર્માણ પામશે

07:04 PM Apr 02, 2024 | Harsh Bhatt

છોટાઉદેપુર ( CHHOTA UDEPUR )  તાલુકા પંચાયત કચેરીનું મકાન લગભગ 45 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. જે વર્ષો પહેલાંની ટેકનોલોજી અને સગવડતા અવકાશના આધારે નિર્માણ પામી હતી. પરંતુ હાલ ઘણા સમયથી સતત મેન્ટેનન્સ માંગતી ઈમારતને નવી બનાવવા માટે જિલ્લા પંચાયત છોટાઉદેપુર ( CHHOTA UDEPUR )  તરફથી વિકાસ કમિશનરની કચેરીમાં ઘણા સમયથી દરખાસ્ત પ્રક્રિયા કાર્યવંત હતી. જે હાલ નવા બાંધકામ માટે રૂપિયા ત્રણ કરોડ જેટલી માતબર રકમની વહીવટી મંજૂરી મળી આવી હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળેલ છે. અને ટૂંકા જ ભવિષ્યમાં કામ પ્રારંભ થશે. અને તાલુકા વાસીઓ માટે નવી અધ્યતન સુવિધા સભરની ઇમારતમાં તાલુકા પંચાયત છોટાઉદેપુર ( CHHOTA UDEPUR )  કચેરી કામ કરતી જોવા મળશે. આ અંગે વધુ માહિતી અમારા પ્રતિનિધિ દ્વારા એક્ઠી કરવામાં આવી હતી.

CHHOTA UDEPUR

જેમાં આ બિલ્ડીંગ ગ્રાઉન્ડ ફ્લોર અને ગ્રાઉન્ડ વન એમ એક માળની બનશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રેકોર્ડ રૂમ, સ્ટાફ રૂમ, કોમ્પ્યુટર રૂમ, જન સેવા કેન્દ્ર, મિટિંગ હોલ, ટીડીઓ રૂમ, પ્રમુખ રૂમ, શૌચાલય તેમજ પહેલા માળે તમામ શાખાઓ સાથે કોન્ફરન્સ હોલ આ તમામ સુવિધાઓ સભર નવી તાલુકા પંચાયત બિલ્ડીંગ મળવાથી કામાર્થે આવતા લાભાર્થીઓ માટે પણ એક રાહતના સમાચાર છે કારણ કે હાલની ઈમારતમાં વેઇટિંગ રૂમ તેમજ લાભાર્થીઓ માટે બેસવા કરવાની વ્યવસ્થાના દેખીતા અભાવ વચ્ચે દુર્લભ સૌચાલયમાં ખદબદતી ગંદકી અને પાર્કિંગના પ્રશ્નો જેવી અનેક પરેશાનીઓનો સામનો લોકો વર્ષોથી કરતા આવી રહ્યા છે.

તેવામાં નવી ઈમારત બનવાથી તેનો કેટલાક અંશે અંત આવતો જોવા મળશે તેવી સંભાવનાઓ હાલના તબક્કે તો સેવાઈ રહી છે બાકી આગળ સમય બલવાન છે. જોકે આ ઈમારત બનશે ત્યારે તાલુકા પંચાયતની વેલકલ્પિક વ્યવસ્થાનું સાંભળવા મળી રહ્યું છે, કે જ્યાં શરૂઆતના તબક્કે જિલ્લા પંચાયત કામ કરતી હતી તે પોલિટેકનિક કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ખસેડવામાં આવશે ત્યાં સુધી તાલુકા વાસીઓ માટે થોડી અગવડતા રહેશે, પરંતુ નવી ઈમારત બનવાથી એકંદરે કાયમી નિરાંત થશે.

અહેવાલ : તોફીક શેખ 

આ પણ વાંચો : ઊંટડીના દૂધના પ્રયોગ દ્વારા મનો દિવ્યાંગના બાળકોને સમાજમાં પુનઃસ્થાપિત કરવા સરહદ ડેરી દ્વારા પ્રયાસ