Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

છોટાઉદેપુર : NDRF ટીમે ગોંદરીયા તળાવ ખાતે સફળ મોકડ્રીલનું ઓપરેશન પૂરું પાડ્યું

11:22 PM Feb 06, 2024 | Harsh Bhatt

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના ગૃહ વિભાગ સંલગ્ન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વડોદરા તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર તાલુકાના ગોંદરિયા તળાવમાં ડૂબતા સાત પશુપાલકોને સુરક્ષિત બચાવી લેવાયા છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે છોટાઉદેપુર ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી

ભારે વરસાદ થતા સ્થાનિક ડેમમાં પાણીની સપાટી વધવાના કારણે તળાવમાં અચાનક પાણી વધતા સાત પશુપાલકો પાણીના વહેણમાં ફસાયા હતા. સ્થાનિકો દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રને જાણ કરાતા, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે છોટાઉદેપુર ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ શ્રી યુવરાજ ગોહિલના નેતૃત્વમાં એક્શન મોડમાં ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતું.

ફાયર બ્રિગેડની ટીમે ૩ પશુપાલકોનું રેસ્ક્યુ ઓપરેશન કરી સુરક્ષીત બહાર કાઢયા હતા.પરિસ્થિતી વધુ ગંભીર બનતા તેઓએ NDRF ને મદદ માટે જાણ કરવા જણાવ્યું હતું. કલેક્ટરશ્રી હસ્તકના ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે બનાવની ગંભીરતાને ધ્યાને લેતા પશુપાલકોની શોધખોળ અને બચાવ કામગીરી માટે એન ડી આર એફની મદદ માંગી હતી.

NDRF ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરાયું 

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ( NDRF ) વડોદરાની ટીમ તે કવાંટ ખાતે હાજર હતી.શ્રી સાગર કુલ્હરી નેતૃત્વમાં ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીમાં ફસાયેલા સાત પશુપાલકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢ્યા હતા.આ તમામ સાત પશુપાલકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ગોંદરીયા તળાવમાં પાણીનો પ્રવાહ વધવાથી ફસાયેલા સાત લોકોને રેસ્ક્યુ ટીમે નવજીવન આપ્યુ હતુ.

આ સંપૂર્ણ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થતા નિવાસી અધિક કલેક્ટર આ એક મોકડ્રીલ હતી તેમ જણાવ્યું હતું.  મોકડ્રીલ બાદ નિવાસી અધિક કલેક્ટર  શૈલેષ ગોકલાણીના અધ્યક્ષપદે ડી-બ્રિફિંગ બેઠક યોજાઈ હતી. જેમાં મોકડ્રીલમાં સામેલ સર્વે વિભાગોની સક્રીય અને સુઝબુઝ ભરી કામગીરીને બિરદાવતા ભવિષ્યમાં બનતી ઘટના દરમિયાન ટીમ છોટા ઉદેપુર એક્શન મોડમાં કામગીરી કરીને લોકોનો બચાવ કરીને અકસ્માત કે દુર્ઘટના ટાળે તે અંગે  ગોકલાણીએ જણાવ્યું હતું. NDRF ની ટીમે સ્થાનિક લોકોને બચાવ માટેની પ્રાથમિક સુઝબુઝ અને ઉપલબ્ધ ચીજવસ્તુઓથી કેવી રીતે લોકોને બચાવી શકાય તે અંગે માહિતી આપી હતી.
આ મોક્ડ્રીલમાં છોટાઉદેપુરના પ્રાંત અધિકારી,મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ જવાન, ડિઝાસ્ટર મેનેજમનેટના ડીપીઓ, ૧૦૮ના કર્મચારીઓ સહિત અન્ય અધિકારી તેમજ કર્મચારીગણ હાજર રહી મોકડ્રીલને તરત જ રિસ્પોન્સ આપી સફળ બનાવી હતી.

આ પણ વાંચો — JAMNAGAR: ગોવાણના બોરવેલમાં પડ્યું બાળક, માસૂમ બાળકની રેસ્ક્યૂ કામગીરી યથાવત