Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CHHOTA UDEPUR : ખરીફ વાવેતરને સમયસર પાણી મળી જતા ધરતીપુત્રોમાં સારા ઉત્પાદનની સેવાતી આશા

03:36 PM Jul 27, 2024 | Harsh Bhatt

CHHOTA UDEPUR : CHHOTA UDEPUR જિલ્લામાં સીઝનના કુલ 33% જેટલા વરસાદ સાથે જિલ્લાના ખરીફ વાવેતરને સમયસર પાણી મળી જતા ધરતીપુત્રોમાં સારા ઉત્પાદનની સેવાતી આશા અને ઈચ્છાને વેગ મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ઓળઘોળ થતા અને CHHOTA UDEPUR જિલ્લામાં તેના અણસાર પણ ન દેખાતા ધરતીપુત્ર ચિંતાતુર બન્યા હતા. ત્યારે ગુરુવારે વહેલી સવારથી જ મેઘરાજા છોટાઉદેપુર જિલ્લા ઉપર પણ મહેરબાન થતા ચારેકોર પાણી જ પાણી કરી દેવાતા ધરતીપુત્રો ચિંતાના ઘેરામાંથી બહાર આવ્યા હતા.તો ક્યાંક ને ક્યાંક સારા ઉત્પાદનની આશાએ જન્મ પણ લીધો છે.

CHHOTA UDEPUR માં સીઝનનો કુલ 33% જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયો

CHHOTA UDEPUR જિલ્લામાં ખરીફ પાકોના કુલ વાવેતર વિસ્તારના 90% જેટલા વિસ્તારમાં વાવેતર થઈ ગયો છે.  જેમાં મુખ્યત્વે પાકોમાં ડાંગર, મકાઈ, તુવેર સોયાબીન, કપાસનો સારો વાવેતર થયો છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હાલની સ્થિતિએ સોયાબીનનો વાવેતર ઓછો થયા હોવાનું નોંધાયું છે. એકંદરે સીઝનનો કુલ 33% જેટલો વરસાદ અત્યાર સુધી વરસાદ નોંધાયો છે. તો માનવામાં આવે છે કે 10% જેટલો વરસાદ આ ત્રણ દિવસોમાં જ નોંધાયો છે. જોકે આ આંકડાને જોતા પણ ગત વર્ષની તુલનાએ હાલની સ્થિતિએ 15% જેટલો ઓછો વરસાદ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ

જિલ્લામાં તાલુકાવારની વરસાદી ટકાવારી જોઈએ તો પાવીજેતપુર 23%, છોટાઉદેપુર 26% ,કવાંટ 36 ટકા, નસવાડી 44%, સંખેડા 39% અને બોડેલી 31% સીઝનનો કુલ અત્યાર સુધી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ધોધમાર વરસાદની સાથે ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ વરસતા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ હતી. અને ઓરસંગ નદીમાં આવેલ ચેકડેમ ઓવરફ્લોના દ્રશ્યો સર્જાયા હતા. જેને લઇ ખેતીને તો ફાયદો થશે પરંતુ મે મહિનામાં જળસ્ત્રાવ ઊંડા થઈ જતા હોવાની આ વિસ્તારની સમસ્યાનો પણ ક્યાંકને ક્યાંક સમાધાન થતું જોવા મળી રહ્યું છે.

અહેવાલ : તોફીક શેખ 

આ પણ વાંચો : VADODARA : ડભોઇના 5 કોર્પોરેટરોને ગાંધીનગરનું તેડું, જાણો કારણ