Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CHHOTA UDEPUR : પૂર્વ સાંસદના ભત્રીજાની ફાયરિંગમાં હત્યા

10:33 AM Sep 21, 2024 |

CHHOTA UDEPUR : છોટાઉદેપુર (CHHOTA UDEPUR) ના પૂર્વ સાંસદ અને હાલ ટ્રાફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા પર ગતરાત્રે ફાયરિંગ થતા તેનું મોત નિપજ્યું હોવાનુ સામે આવ્યું છે. આ ઘટનાને પગલે પોલીસે આરોપીઓને દબોચી લેવા માટે વિવિધ ટીમો દોડાવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પૂર્વ સાંસદના ભત્રીજા પર ફાયરિંગ કરનાર પૈકી એક આરોપીને પોલીસે ડિટેઇન કર્યો હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું છે. ફાયરિંગ કરવાના કારણો અંગે હજીસુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. પોલીસની કાર્યવાહીમાં શું સામે આવે છે તેના પર સૌ કૌઇની નજર રહેશે.

Chhotaudepurના પૂર્વ સાંસદ Ramsinh Rathwaના ભત્રીજાની ગોળીમારીને હત્યા । Gujarat First @ChhotaudepurSP @RP_RATHWA @GujaratPolice @GujaratFirst
#Chhotaudepur #RamsinhRathwa #Gujarat #GujaratFirst #ChhotaudepurPolice #GujaratPolice pic.twitter.com/aGaH5FitDM

— Gujarat First (@GujaratFirst) September 21, 2024

આરોપીઓને દબોચી લેવા માટે વિવિધ ટીમો કામે લગાડી

છોટાઉદેપુર જિલ્લામાંથી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૂર્વ સાંસદ અને હાલ ટ્રાફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવા પર ગતરાત્રે પીપલદી ગામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઈ હતી. અને આરોપીઓને દબોચી લેવા માટે વિવિધ ટીમો કામે લગાડી હતી. આ ચકચારી ઘટનામાં બે શખ્સો સામેલ હોવાનું હાલ તબક્કે સપાટી પર આવ્યું છે. તે પૈકી એકને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. અને અન્ય આરોપી સુધી પહોંચવામાં પોલીસ હાથવેંત જ હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે કવાંટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

સુત્રોએ ઉમેર્યું કે, કુલદીપ રાઠવા રામસિંહ રાઠવાના નાના ભાઇનો પુત્ર હતો. ઘટના બાદ મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે કવાંટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને સમગ્ર મામલે કવાંટ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે. જો કે, આ મામલા પાછળ જુની અદાવત જવાબદાર હોવાની પ્રબળ લોકચર્ચાએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો — VADODARA : સેન્ટ્રલ નાર્કોટિક્સ બ્યુરોની ટીમના દરોડા, સીરપ-ટેબલેટ્સનો જથ્થો જપ્ત