Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CHHOTA UDEPUR: વિકાસનો પનો પડ્યો ટૂંકો, સગર્ભાને ઝોલીમાં નાખી ત્રણ કિમી ચાલવા પરિવાર મજબૂર

06:06 PM Apr 03, 2024 | Harsh Bhatt
CHHOTA UDEPUR જિલ્લામાં ફરી એકવાર વિકાસનો પનો ટૂંકો પડ્યોની ઘટના આવી સામે છે. નસવાડી તાલુકાના કુંડા ગામના નોલીયાબારી ફળિયાની સગર્ભાને લાકડાની ઝોલીમા નાખી પરિવારજનો ત્રણ કિલોમીટર પગપાળા કાચા રસ્તે ચાલવા મજબુર બન્યાના વિડિઓ સામે આવ્યા છે. ત્રણ કિલોમીટર ચાલીને પણ ઇકો ખાનગી ગાડીમા જેમ તેમ કરી સગર્ભાને કણસતી હાલતમા પરિવારજનો સુવડાવીને 108 સુધી લઈ ગયા હતા. કાચા રસ્તે 108 આવતીના હોવાથી નિશાના ગામે 108 ઉભી હોય સગર્ભાને ત્યાં પોહચાડવામાં આવી હતી.
જોકે સદનસીબે સગર્ભાને હેમખેમ પરિવારજનો દ્વારા નસવાડીના દુગ્ધા પી.એચ.સી પહોંચાડી દેવાતા સગર્ભાએ બાળક ને જન્મ આપ્યો હતો. કહેવામાં આવે છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે. બાળકને જન્મ આપ્યાના એક દિવસમા પ્રસુતાને રજા અપાઈ પછી ખીલખીલાટ પણ ગામ સુધી ન પોંહચતા માતા બાળક બાઈક પર ઘરે પોહ્ચ્યા હતા.
CHHOTA UDEPUR જિલ્લાના નસવાડી તાલુકામા અવાર નવાર બનતી આવી ઘટનાઓમાં સૌથી મોટી મુશ્કેલી કાચા રસ્તાને લઈ સગર્ભાઓને વેઠવાનો વારો આવતો હોય છે. નસવાડી તાલુકામા આવી ઘટનાઓ હવે સમાન્ય બની છે. આંતરે દિવસે કાચા રસ્તાને લઈ સગર્ભાઓને વેઠવાનો વારો આવે છે. આઝાદીના વર્ષો બાદ પણ નોલીયાબારી ફળિયાના લોકો પાકા રસ્તા માંટે વલખા મારી રહ્યા છે અને અવારનવાર આવી દયનીય પરિસ્થિતિમાંથી પસાર થતા હોવાના કિસ્સા સામે આવે છે.
250 થી વધુ ગ્રામજનોની વસ્તી હોવા છતાંય છેવાડાના માનવી સુધી હજુ તંત્ર પાકા રસ્તાનો વિકાસ પોહચાડી શકયું નથી તેની ચાડી ખાતા જીવંત
વિડિયો હાલ તો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. તેવામાં તંત્રના બહેરા કાને ગ્રામજનો નો રણકાર કયારે પહોંચશે તે જોવાનું રહ્યુ…!
અહેવાલ – તોફીક શેખ