Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CHHOTA UDEPUR : આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતમાં કોરોનાના કેસો આવતા સર્વેની કામગીરી સહિત એન્ટીજન અને RTPCR ટેસ્ટ શરૂ કરાયા

05:37 PM Dec 28, 2023 | Harsh Bhatt

અહેવાલ – તોફીક શેખ 

છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં કોરોનાના કેસો મળી આવતા સર્વેની કામગીરી સહિત એન્ટીજન અને આર.ટી.પી.સી.આરના ટેસ્ટ શરૂ કરાયા છે. પરંતુ જિલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે, છેલ્લા અઠવાડિયાથી થતા શંકાસ્પદ કેસોના કોરોના ટેસ્ટ બાદ પણ આજ દિન સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ મળી આવેલ નથી. એટલે કહી શકાય કે, નવા તબક્કામાં હાલ છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો પ્રવેશ થયો નથી.

રાજ્યમાં કોરોનાના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ સચેત થઈ અને સાવચેતીના પગલા રૂપે કોરોના સામે  લડત આપવાની તમામ પ્રાથમિક તૈયારીઓ કરી સજજ થયું છે. જોકે છોટાઉદેપુર જિલ્લામાં માર્ચ-૨૩ માં મળી આવેલા ચાર કોરોના પોઝિટિવ કેસ બાદ આજ દિન સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયો નથી. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા અઠવાડિયાથી દરેક પી.એચ.સી અને સી.એચ.સી ઉપર શંકાસ્પદ દર્દીઓના રોજના પાંચથી દસ એન્ટીજન ટેસ્ટ લેવા તેમજ જરૂર જણાય તો આર.ટી.પી.સી.આર ટેસ્ટ પણ લેવા આદેશ કરાયો છે. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે સ્પેશિયલ કોરોના વોર્ડ બનાવવાની પણ કવાયત હાથ ધરાઈ છે.

અત્રે વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૫૦ થી વધુ આર.ટી.પી.સી.આરના ટેસ્ટ આજ સુધી કરાયા છે, તો રોજના ૧૦૦ થી ૧૫૦ જેટલા એન્ટીજન ટેસ્ટ કરાઈ રહ્યા છે. પરંતુ હાલ એક પણ કોરોના કેસ પોઝિટિવ મળી આવેલ નથી. આ સિવાય દરેક બ્લોક દીઠ છ ટીમો સ્પેશિયલ સર્વે તેમજ એમ.પી.એચ.ડબલ્યુ દ્વારા  હાઉસ ટુ હાઉસની સર્વેની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જોકે તબીબોના મત તે હાલ સિઝનલ વાયરલ હોવાના કારણે પણ  સાદી સરદી ખાંસીના કેસો નોંધાઈ રહ્યા છે. જેને લઇ થોડો ઓપીડી નો આંક મહત્તમ નોંધાયો રહ્યો છે. માટે હાલ જિલ્લાવાસીઓ એ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની તો જરૂર છે જ.

આ પણ વાંચો — CHHOTA UDEPUR : શિક્ષણ માટે વિધ્યાર્થીઓ બે કિલોમીટરનો પ્રવાસ ખેડવા મજબૂર, વાલીઓ બાળકોના ભાવી અંગે ચિંતિત