Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દારૂના નશામાં કાર ચાલકે સ્કૂટીને ટક્કર મારતા મહિલા હવામાં ફંગોળાઈ, જુઓ વીડિયો

11:30 PM Jul 24, 2024 | Aviraj Bagda

Chhattisgarh Accident Viral Video: છત્તીસગઢના ધમતરી જિલ્લામાંથી એક રૂવાડા ઉભી કરી નાખે તેવી ઘટના સામે આવી છે. ધમતરી જિલ્લામાં આવેલા બાલોદના ગંબપારા વિસ્તારમાં એખ કાર ચાલકે મહિલાને ભંયકર ટક્કર મારી હતી. તેના કારણે મહિલા તેની સ્કૂટી સહિત અનેક ફૂટ હવામાં ઉછળી હતી. તો એવું પણ સામે આવ્યું છે કે, કાર ચાલક નશાની હાલતમાં હતો. કાર ચલાક એટલા નશામાં હતો કે, તે પોતાનું નામ પણ સરખી રીતે બોલી શકે તેવી હાલાતમાં ન હતો.

  • નાગરિકોએ આરોપી પર કડક કાર્યવાહી કરવાની માગ કરી

  • પાણી પૂરવઠા વિભાગના એક અધિકારીનું મોત થયું

  • બે યુવક અને એક યુવતી સ્થળ પરથી નાસી છૂટ્યા હતાં

જોકે ધમતરી જિલ્લાની પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ત્યારે આરોપીની પોલીસ પુછપરછ કરી રહી છે. તે ઉપરાંત આ ધટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો વીડિયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ રહ્યો છે. તો નાગરિકોએ પોલીસ દ્વારા આરોપી પર કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત લોકો આવા લોકોથી જાગૃત રહેવાની અને કડક નિયમ બનાવાની ગુહાર કરી રહ્યા છે.

પાણી પૂરવઠા વિભાગના એક અધિકારીનું મોત થયું

જોકે આ ઘટનામાં ઘાયલ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ, મહિલા હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે. તે ઉપરાંત પોલીસે આરોપી વિરુદ્ધ FIR દાખલ કરીને આગળ તજવીજ હાથ ધરી છે. જોકે છત્તીસગઢની રાજધાની રાંચીમાં એપ્રીલ માસમાં પણ આવી જ એક ઘટના બની હતી. જેમાં એક કાર ચાલકે 5 લોકો પર પોતાની કાર ચલાવી દીધી હતી. ત્યારે પાણી પૂરવઠા વિભાગના એક અધિકારીનું મોત થયું હતું.

બે યુવક અને એક યુવતી સ્થળ પરથી નાસી છૂટ્યા હતાં

તો બે મહિના પહેલા રાંચીના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કરમટોલી ચોક પાસે એક પૂરપાટે આવતી થારએ સ્કૂટર સવાર બે યુવકોને કચડી નાખ્યા હતાં. થારમાં બે યુવક અને એક યુવતી સ્થળ પરથી નાસી છૂટ્યા હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે મામલો લઠ્ઠાકાંડનો હતો. જેમાં બે યુવાનોના મોત થયા હતાં. પોલીસે 27 વર્ષીય કાંડી નિવાસી અનુજ કુમાર અને 25 વર્ષીય અંકુશના મૃત્યુની પુષ્ટિ કરી હતી. યુવકોની ઓળખ તેમના ઓળખ પત્ર પરથી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Punjab: પઠાણકોટના એક ગામમાં 7 શંકાસ્પદ શખ્સ દેખાતા, પોલીસ એલર્ટ મોડમાં