Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ChatGPTના બોસ સૈમ ઑલ્ટમેનની હકાલપટ્ટી, ભારતીય મૂળની મીરા મૂર્તિ બન્યા કંપનીના CEO

02:43 PM Nov 18, 2023 | Harsh Bhatt

આજના આધુનિક સમયમાં ભાગ્યે જ કોઈ હશે જેણે  ChatGPT વિશે નહીં સાંભળ્યું હોય. હવે ChatGPT ને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  ChatGPT CEO અને સહ-સ્થાપક સેમ ઓલ્ટમેનને બરતરફ કરવામાં આવ્યા છે. ChatGPIT બનાવનારી કંપની OpenAI અનુસાર, તેને તેને આગળ લઈ જવાની ઓલ્ટમેનની ક્ષમતામાં વિશ્વાસ નથી. તે જ સમયે, OpenAI ને માઇક્રોસોફ્ટ જેવી મોટી કંપનીનું સમર્થન પણ મળ્યું છે. તમને જણાવી દઈએ કે ChatGPT ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેણે આખી દુનિયામાં સનસનાટી મચાવી હતી.

ઓલ્ટમેને ટ્વિટ કર્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મુરતી હવે વચગાળાના CEO તરીકેનો ચાર્જ સંભાળશે. બરતરફ થયા પછી, ઓલ્ટમેને ટ્વીટ કર્યું, “મને ઓપનએઆઈમાં મારો સમય ગમ્યો. મને કંપનીમાં પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવાનો સૌથી વધુ આનંદ આવ્યો છે. રાજીનામું એ પરિવર્તનકારી નિર્ણય હતો. હવે હું શું કરીશ, પછી શું થશે તે હું તમને કહીશ”

કોણ છે મીરા મુરતી?

34 વર્ષની મીરા મુરતિને હવે વચગાળાના CEO બનાવવામાં આવી છે. મીરાનો જન્મ અલ્બેનિયામાં થયો હતો અને તે  કેનેડામાં મોટી થઈ હતી. તે મિકેનિકલ એન્જિનિયર છે. મીરાએ ટેસ્લામાં પણ કામ કર્યું છે. તે ટેસ્લાથી OpenAI માં આવી હતી. ટેસ્લામાં તેણે મોડલ એક્સ કાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ટેસ્લામાં ત્રણ વર્ષ કામ કર્યું. મીરા 2018 માં OpenAI માં જોડાઈ. OpenAI એ તેમને એપ્લાઇડ A.I અને પાર્ટનરશિપના વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા. મીરા મુરતિએ ChatGPT અને DALL-E જેવા ક્રાંતિકારી ઉત્પાદનોના વિકાસમાં પડદા પાછળ કામ કર્યું છે. વર્ષ 2022માં તેમને ચીફ ટેકનોલોજી ઓફિસર એટલે કે CTO બનાવવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો — Hamas-Israel War : અન્ય હોસ્પિટલમાંથી હથિયારો મળ્યાઃ ઈઝરાયેલ