+

‘ચંદ્રયાન 600 કરોડમાં ચંદ્ર પર પહોંચ્યું પરંતુ..’ રાજ ઠાકરેએ ચંદ્રયાનનું ઉદાહરણ આપી આ મામલે સાધ્યું નિશાન

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ મુંબઈ-ગોવા હાઈવે પૂરો ન કરવા બદલ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. ચંદ્રયાનનું ઉદાહરણ આપીને તેમણે સરકાર પર પ્રહાર કર્યા છે. રાજ ઠાકરેએ…

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ મુંબઈ-ગોવા હાઈવે પૂરો ન કરવા બદલ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. ચંદ્રયાનનું ઉદાહરણ આપીને તેમણે સરકાર પર પ્રહાર કર્યા છે. રાજ ઠાકરેએ કહ્યું કે ચંદ્રયાન-3  600 કરોડમાં ચંદ્ર પર પહોંચ્યું, પરંતુ મુંબઈ-ગોવા હાઈવે 12 વર્ષમાં 15 હજાર કરોડનો ખર્ચ કરવા છતા પૂરો થઈ શક્યો નથી, વાસ્તવમાં રાજ ઠાકરેએ રવિવારે મુંબઈ-ગોવા હાઈવેના અધૂરા કામને લઈને પદયાત્રાનું આયોજન કર્યું હતું. રાયગઢ અને રત્નાગીરીના ઘણા વિસ્તારોમાં મનસેના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ આ પદયાત્રામાં ભાગ લીધો હતો. પદયાત્રાના સમાપન પર રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના કોલાર ખાતે સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ચંદ્રયાન-3  600 કરોડમાં ચંદ્ર પર પહોંચ્યું અને મુંબઈ-ગોવા હાઈવે 15 હજાર કરોડ ખર્ચ્યા પછી પણ બન્યો નથી. આ વિચારવા જેવી વાત છે. જનતાને લૂંટનારાઓને અમે સત્તા આપી રહ્યા છીએ. આ વિષય વિશે વિચારો.

12 વર્ષમાં કામ પૂર્ણ થઈ શક્યું નથી

મુંબઈ-ગોવા હાઈવેના નિર્માણમાં વિલંબને લઈને MNSએ પોતાનું આક્રમક વલણ અપનાવ્યું છે. રાજ ઠાકરે આ મુદ્દે સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 12 વર્ષથી મુંબઈ-ગોવા હાઈવે બનાવવાનું કામ થઈ રહ્યું છે, પરંતુ હજુ સુધી તે પૂરું થયું નથી. તેમનું કામ અધૂરું છે.

થોડા દિવસો પહેલા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો

થોડા દિવસો પહેલા રાજ ઠાકરેએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા હાઇવેનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે તે સમયે કહ્યું હતું કે મુંબઈ-ગોવા હાઈવેનું કામ 2007માં શરૂ થઈ ગયું હતું. ત્યારપછી આટલી સરકારો આવી પણ રોડનું કામ થયું નથી અને હજુ પણ એ જ લોકો કેવી રીતે ચૂંટાય છે? આપણા મતદારોને કંઈ પડી નથી? રસ્તાઓની ખરાબ હાલત પર તેમણે કહ્યું હતું કે માત્ર કોંકણ જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્રના રસ્તાઓની હાલત ખરાબ છે. મુંબઈથી નાસિક જવામાં 8 કલાક લાગે છે. આ રોડ પર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

Whatsapp share
facebook twitter