Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Chandrayaan-3 : પૃથ્વીવાસીઓ, ચાંદની ઓર્બિટમાં છું, ફોટો મોકલું?, ચંદ્રયાન-3એ ધરતીને મોકલ્યો મેસેજ

03:23 PM Aug 09, 2023 | Hiren Dave

આવી ગયો છું ચંદ્રની ઓર્બિટમાં, ફોટો મોકલું?… આ સવાલ પૂછ્યો છે ચંદ્રયાન-3એ. ચંદ્રયાને આ સવાલ એક ટ્વિટ કરીને પૂછ્યો છે. ટ્વિટને અત્યારસુધીમાં 1600થી વધારે લોકો રીટ્વિટ કરી ચૂક્યા છે. તો 10 હજારથી વધુ લોકોએ આ ટ્વિટને લાઇક પણ કર્યું છે. તો, 1.71 લાખ લોકોએ આ ટ્વિટ જોયું છે.

 

ટ્વિટમાં ચંદ્રયાન-3એ લખ્યું છે કે Hey earthlings! I’m in the lunar orbit. @isro, could you please allow me to post some pictures? So that I can make them feel jealous! એટલે કે, હે પૃથ્વીવાસીઓ, હું ચંદ્રની ઓર્બિટમાં આવી ગયો છે. ઇસરો, શું તમે મને કેટલીક તસ્વીરો મોકલવાની પરમીશન આપશો? જેથી તે લોકો જલનનો અનુભવ કરાવી શકું.

ચંદ્રયાન-3 ચંદ્રના ફોટોઝ મોકલીને કોને ઈર્ષ્યા કરાવવા માંગે છે તે તો સ્પષ્ટ નથી પરંતુ ઈશારો ચોક્કસ કર્યો છે. આજે દુનિયભરની નજર ભારતના આ મૂન મિશન પર ટકેલી છે. અમેરિકા, રશિયા, યુરોપિયન દેશો, ચીન, જાપાન દરેક દેશો મીટ માંડીને ભારત અને ઇસરો તરફ જોઈ રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ મિશન સફળ થશે. શક્ય છે કે કેટલાંક દેશોને ભારતની આ સફળતા હજમ ન થઈ રહી હોય. કદાચ એવા દેશોને જ ઈર્ષ્યા કરાવવાની વાત ચંદ્રયાન-3 કરી રહ્યું છે.

5 ઓગસ્ટના રોજ જ્યારે ચંદ્રની પહેલી ભ્રમણકક્ષામાં ચંદ્રયાન-3 પહોંચ્યું હતું. ત્યારથી ચંદ્રની પહેલી તસ્વીરો જાહેર કરવામાં આવી હતી. ત્યારે, ચંદ્રયાન-3 ચંદ્રની આસપાસ 1900 કિલોમીટર પ્રતિસેકન્ડની ઝડપે 167 x 18074 કિલોમીટરના અંડકાર ઓર્બિટમાં ટ્રાવેલ કરી રહ્યું હતું. બાદમાં, આ ગતિને ઘટાડીને 170 x 4313 કિમીની ઓર્બિટમાં મૂકવામાં આવ્યું હતું.

 

ચંદ્રયાન-3ની અત્યારસુધીની મુસાફરી, હવે શું બાકી?

14 જુલાઇ 2023: ચંદ્રયાન-3નુ લોન્ચિંગ કરવામાં આવ્યું
31 જુલાઇ 2023: ચંદ્રયાન-3 ધરતીની તમામ પાંચ ભ્રમણકક્ષાઓમાં ચક્કર લગાવીને ચંદ્ર તરફ આગળ આવ્યું. જેને ટ્રાન્સ લુનર ઇન્જેકશન કહેવામાં આવે છે.
5 ઓગસ્ટ 2023: ચંદ્રયાન-3 ચંદ્રની પહેલી કક્ષામાં મૂકવામાં આવ્યું
6 ઓગસ્ટ 2023: ચંદ્રયાન-3 ચંદ્રની બીજી કક્ષામાં મૂકવામાં આવ્યું
9 ઓગસ્ટ 2023: ચંદ્રયાન-3 ચંદ્રની ત્રીજી કક્ષામાં મૂકવામાં આવશે
14 અને 16 ઓગસ્ટ: ચંદ્રયાન-3ને ચંદ્રની ચોથી અને પાંચમી ઓર્બિટમાં મૂકવામાં આવશે
17 ઓગસ્ટ: ચંદ્રયાન-3ના પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થશે
18 અને 20 ઓગસ્ટ: ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલબની ડીઓર્બિટિંગ શરૂ થશે
23 ઓગસ્ટ: ચંદ્રયાન-3નુ વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવની પાસે લેન્ડ થશે.

રશિયાએ કરી પોતાના મૂન મિશનની જાહેરાત

રશિયા 47 વર્ષ પછી પહેલીવાર ચંદ્ર પર પોતાનુ મૂનો મિશન મોકલશે. મિશનનુ નામ લુના-25 રાખવામાં આવ્યું છે. લુના-25 10 ઓગસ્ટ 2023ના રોજ લૉન્ચ કરવામાં આવશે. યુક્રેન પર હુમલો કર્યા બાદ પહેલીવાર રશિયા અન્ય ગ્રહ કે ઉપગ્રહ માટે પોતાના મિશન માટે તૈયાર થયું છે. લુના-25 5 દિવસની મુસાફરી કરીને ચંદ્રની નજીક પહોંચશે. બાદમાં પાંચઠી સાત દિવસ સુધી તે ચંદ્રની આસપાસ ચક્કર મારશે. અને બાદમાં તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર નક્કી કરેલ ત્રણ સ્થળોમાંથી કોઈ એક સ્થળે લેન્ડ કરશે. તે ચોક્કસ છે કે રશિયાનુ આ મૂન મિશન અત્યંત શક્તિશાળી હશે. લુના-25 ચંદ્રની ધરતી પર ઓક્સિજન અને થીજી ગયેલા પાણીની શોધ કરશે. જેથી જ્યારેપણ ચંદ્ર પણ બેઝ બનાવવામાં આવે ત્યારે ત્યાં પાણી બનાવી શકાય.

આ પણ  વાંચો –ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારાઓને PM મોદી એ ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ