Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

૨૦૧૪ પછી મોદી સરકારે લોકોનાં મનમાં લોકશાહી પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ ઉભો કર્યોઃ ચંદ્રકાંત પાટિલ

08:40 AM Jun 07, 2023 | Vishal Dave

અહેવાલઃ પીન્ટુ પટેલ, ડભોઇ 

મહારાષ્ટ્ર સરકારનાં શિક્ષણ મંત્રી ચંદ્રકાન્ત પાટીલ સંપર્કથી સમર્થન અભિયાન અંતર્ગત આજરોજ ડભોઈ – દર્ભવતિ નગરની મુલાકાતે આવ્યાં હતાં. જયાં તેઓએ કેન્દ્રમાં મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને કેન્દ્રની મોદી સરકારની સિધ્ધિઓ વર્ણવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૧૪ પછી મોદી સરકારે લોકોનાં મનમાં લોકશાહી પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ ઉભો કર્યો છે. સરકારે તેનાં વિવિધ અભિયાનોમાં જનભાગીદારી વધારી છે અને લોકોનાં મનમાં સરકાર પ્રત્યે વિશ્વાસ ઉભો કર્યો છે.

ડભોઇ નગરનાં નર્મદાપાર્ક ખાતે “સંપર્કથી સમર્થન અભિયાન” અંતર્ગત મહારાષ્ટ્ર સરકારના શિક્ષણમંત્રી શ્રી ચંદ્રકાન્ત પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં “વેપારી સંમેલન” નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ડભોઈ – દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ ઉપસ્થિત રહયાં હતાં અને તેમને મોદી સરકારનાં નવ વર્ષને બેમિસાલ ગણાવી સરકારની ઉપલબ્ધી અને સિધ્ધિ ઓ વર્ણવી હતી. આ કાર્યક્રમમાં ડભોઈ નગરનાં પ્રતિષ્ઠિત વેપારીઓ મોટી સંખ્યામાં ઊપસ્થિત રહયાં હતાં.

આ ઉપરાંત વૈશ્વિક નેતા અને દેશનાં લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારનાં સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થવાનાં અનુસંધાને ડભોઇ વિશ્રામગૃહ ખાતે “વિશેષ જન સંપર્ક” અભિયાન અંતર્ગત મહારાષ્ટ્ર સરકારનાં શિક્ષણમંત્રી શ્રી ચંદ્રકાન્ત પાટીલે નગરનાં પત્રકાર મિત્રો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ ઉપરાંત ચંદ્રકાન્ત પાટીલે ડભોઈ નગરનાં ઐતિહાસિક રામાનુજ સંપ્રદાયનાં બદ્રીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરનાં મહંત સુદર્શનાચાર્યની મુલાકાત લઈ ચર્ચા- પરામર્શ કર્યો હતો.

ડભોઈ નગરનાં આ સમગ્ર કાર્યક્રમોમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા, વડોદરા જિલ્લા પ્રમુખ સતિષભાઇ નિશાળિયા, મહામંત્રી ડો. બી.જે.બ્રહમભટ્ટ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં ચેરમેન અશ્વિનભાઈ પટેલ, નગર ભાજપનાં પ્રમુખ ડો. સંદિપ શાહ, વિવિધ ચૂંટાયેલા સભ્યો અને સંગઠનનાં હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.