Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rain : રાજ્યમાં ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી વિશે

07:59 AM Mar 01, 2024 | Vipul Sen

રાજ્યમાં શિયાળો તેના અંતિમ તબક્કામાં છે. જો કે, લોકો છેલ્લા અમુક દિવસથી બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવે માવઠું પડવાની આગાહી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ (Rain) પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ, આજથી ત્રણ દિવસ હળવા વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે બીજા દિવસે બનાસકાંઠા (Banaskantha), સાબરકાંઠા, પાટણ, દ્વારકા (Dwarka), જામનગર, મોરબી, ગીરસોમનાથ અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. ત્રીજા દિવસે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા (Sabarkantha), દાહોદ, ગાંધીનગર, અમદાવાદ (Ahmedabad) અને મહેસાણામાં વરસાદ પડવાની શક્યતાઓ છે.

રોગચાળો માઝા મૂકે તેવી શક્યતા

આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે આજે પણ કેટલાક શહેરોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. જ્યારે કેટલીક જગ્યાએ વાતાવરણ સુકુ પણ રહી શકે છે. માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે. ત્યારે કમોસામી વરસાદના કારણે આગામી દિવસોમાં રોગચાળો માઝા મૂકે તેવી શક્યતા છે.

 

આ પણ વાંચો – GSEB SSC hall tickets : ધો 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ અપલોડ..

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ