Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Chaitri Navratri : ત્રીજા નોરતે વડોદરા, અમદાવાદ, રાજકોટનાં મંદિરોમાં વિશેષ પૂજા-શણગાર, અંબાજીમાં 2 મંગળા આરતી

09:51 AM Apr 11, 2024 | Vipul Sen

આજે ચૈત્રી નવરાત્રીનાં (Chaitri Navratri) ત્રીજા નોરતે રાજ્યનાં વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા અને શણગારનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રિનાં ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ત્યારે વડોદરા (Vadodara), અમદાવાદના (Ahmedabad) શાહીબાગ, રાજકોટ (Rajkot), શક્તિપીઠ અંબાજીમાં (Shaktipeeth Ambaji) માતાજીનાં દર્શન કરવા માટે વહેલી સવારથી માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. અંબાજીમાં ત્રીજા નોરતે વહેલી સવારે ભટ્ટજી મહારાજ દ્વારા 2 મંગળા આરતી કરવામાં આવી હતી. એક આરતી ગર્ભગૃહની અંદર જયારે બીજી આરતી જવેરાની કરવામાં આવી હતી.

વડોદરા અંબાજી મંદિરે ભક્તોની ભીડ

વડોદરામાં અંબે માતાજીનાં મંદિરે ભક્તોનો ઘસારો

ચૈત્રી નવરાત્રીનાં (Chaitri Navratri) ત્રીજા નોરતે આજે રાજ્ય વિવિધ મંદિરોમાં વહેલી સવારથી વિશેષ પૂજાનું આયોજન કરાયું છે. ત્યારે માઈભક્તોની પણ ભારે ભીડ જોવા મળી છે. વડોદરાની (Vadodara) વાત કરીએ તો માંડવી રોડ પર આવેલા અંબે માતાનાં મંદિરે વહેલી સવારે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. મળસ્કે માઈભક્તો માતાજીનાં દર્શન કરવા માટે પહોંચ્યા છે. ત્રીજા નોરતે મા ચંદ્રઘંટાની (Maa Chandraghanta) પૂજા-અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે. ત્રીજા દિવસે પીળા રંગને વધુ શુભ માનવામાં આવે છે.

રાજકોટ મંદિરે ફૂલોથી વિશેષ શણગાર

અમદાવાદ, રાજકોટમાં વિશેષ આરતી

આજે નવરાત્રિના ત્રીજા નોતરે અમદાવાદના શાહીબાગમાં (Shahibag) સ્થિત શકિત મંદિર ખાતે વિશેષ પૂજા અને શણગાર કરવામાં આવ્યો છે. માતાજીનાં દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈન જોવા મળી છે. ત્યારે રાજકોટના (Rajkot) પેલેસ રોડ પર આવેલ આશાપુરા મંદિર ખાતે પણ આજે સવારે અને સાંજે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.

શાહીબાગમાં માતાજીને વિશેષ શણગાર

અંબાજીમાં 2 મંગળા આરતી

અંબાજીની (Ambaji) વાત કરીએ તો ચૈત્રી નવરાત્રિનાં ત્રીજા નોરતે વહેલી સવારે 2 મંગળા આરતી (Mangala Aarti) કરવામાં આવી હતી. એક આરતી ગર્ભગૃહની અંદર જયારે બીજી આરતી જવેરાની થાય છે. મંદિરમાં ચૈત્ર સુદ બીજથી આઠમ સુધી સવારે 2 મંગળા આરતીનું આયોજન કરાયું છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજે મંદિરમાં આરતી કરી હતી. આરતીમાં મોટી સંખ્યામાં માઈભક્તો હાજર રહ્યા હતા અને ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી મંદિર પરિષદ ગૂંજી ઊઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ચૈત્રી નવરાત્રીનાં દિવસોમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી માઈભક્તો શકિતપીઠનાં દર્શન કરવા આવી રહ્યા છે.

 

આ પણ વાંચો – Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે કરો મા ચંદ્રઘંટાની પૂજા, શત્રુઓનો થશે નાશ

આ પણ વાંચો – Mahesana : શક્તિપીઠ બહુચરાજીમાં ચૌત્રી નવરાત્રિનું વિષેશ મહત્વ

આ પણ વાંચો – Chaitr Navratri : નવરાત્રીના બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત,જાણો પૂજા વિધિ