Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CHAITRA NAVRATRI : નવરાત્રીના આઠમા દિવસે દેવી મહાગૌરીની સાધનાનું વિશેષ મહત્વ, આજે આ રીતે પૂરી કરો તમામ મનોકામના પૂર્ણ

11:38 AM Apr 16, 2024 | Harsh Bhatt

CHAITRA NAVRATRI : કલૌ વિનાયકો ચંડી એટલે કે કળીયુગમાં ભગવાન ગણપતિ અને ચંડીની પૂજા કરવાથી ઝડપી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. તેમાં પણ નવરાત્રીમાં કરેલી ભકિત-ઊપાસના તો અનેક પ્રકારે ફળદાયી નીવડે છે અને લાંબા સમય સુધી શુભફળ પ્રાપ્ત કરાવે છે. પણ આજે તો યોગ સોનામાં સુગંધ ભળે તેવો છે.. મા ભગવતી દુર્ગાને સંપૂર્ણ જગતની સગુણ, નિર્ગુણ શકિતઓનું સ્વરૂપ માનવામાં આવે છે. અને એમાં પણ આઠમે થતા વિશેષ હોમ હવન અને પૂજનનું અલગ જ મહત્વ છે, કારણ ચૈત્ર શુક્લ નવમી તિથિ ગણાય છે ભગવતી ભવાનીની પ્રાગટ્ય તિથિ.

શક્તિ ઉપાસનાના પર્વ ચૈત્ર નવરાત્ર દરમિયાન અનુષ્ઠાન હોમ હવન આદી પૂજા કર્મ કરીને ભક્તો માની સાધના કરે છે. આખી નવરાત્રિના વ્રત ઉપવાસ અને સાધનાના બાદ દુર્ગાષ્ટમી પર અંતિમ પૂજા થકી સાધકને સાધનાનું સંપુર્ણ ફળ મળે છે, એટલે જ આઠમના દિવસે હોમ-હવન નૈવેધ ધરાવી આરતી પ્રસાદનો ભોગ લગાવી અનુષ્ઠાન પૂર્ણ કરાય છે. છેલ્લે ક્ષમા-પ્રાર્થના કરી વિસર્જન કરવાનું કથન છે. આમ કરતા સાધકની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને દુ:ખ-દરિદ્રતાથી છુટકારો મળે છે..

નવરાત્રિ જે નવદુર્ગા સ્વરૂપને સમર્પિત છે.. એમાં આઠમા કર્મ પર આવે છે મા મહાગૌરી.. આઠમના દિવસે દેવી મહાગૌરીની સાધનાનું વિશેષ વિધાન છે..

માના સ્વરૂપની સ્તુતિ કરતો શ્લોક

श्वेते वृषे समारुढा श्वेताम्बरधरा शुचिः |
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा ||

એટલે કે, ગૌર વર્ણી શુભ્ર વસ્ત્ર અને અલંકારધારી શ્વેત વૃષભ પર સવાર મા મહાગૌરી પ્રસન્નતા પ્રદાન કરે છે. એવા મા મહાગૌરી મને પણ શુભત્વ અને કલ્યાણના આશીર્વાદ આપો.

આઠમ પર વિશેષ કરીને કુળદેવીનું પૂજન પણ શુભદાયી

આઠમ પર વિશેષ કરીને કુળદેવીનું પૂજન પણ શુભદાયી ગણાય છે. દુર્ગાષ્ટમી પર કુંવારિકાનું પૂજન, કે કન્યા ભોજ કરવાનું મહત્વ શાસ્ત્રોમાં વર્ણવાયેલું છે.. આમ કરવાથી માની અમીદ્રષ્ટિ પૂજક પર સદા રહે છે. આઠમનું મહત્વ એ વાતથી પણ સમજાશે કે, જો કોઇ માઇભક્ત નવરાત્રિના નવ દિવસ સુધી માની નિયમિત આરાધના નથી કરી શકતા, તો માત્ર આઠમ કે નોમના દિવસે પણ એક દિવસ માની આરાધના કરવાથી ભગવતી ત્રિ શક્તિ મા મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે છે.

આ પણ વાંચો : CHAITRA NAVRATRI : ક્યારે તોડવા નવરાત્રીના ઉપવાસ, વાંચો સમગ્ર વિગત