Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં નાખશે ધામા, જાણો ચૂંટણી જીતવા રણનીતિ

05:55 PM Apr 22, 2023 | Vipul Pandya

  • કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં નાખશે ધામા
  • મિશન 2022 જીતવા કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા કોંગ્રેસના દિગ્ગ્જ્જો પ્રસ્થાન કરાવશે
  • 31મી ઓકટોબરથી 5 ઝોનમાં શરૂ થશે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા
  • કોંગ્રેસની 5 પરિવર્તન સંકલ્પ યાત્રા કુલ 175 વિધાનસભાની બેઠક કવર કરશે
  • લાભપાંચમના દિવસે કોંગ્રસે વાયદાઓનું કર્યું મુહર્ત
  • ગુજરાતની દીકરીઓ માટે કેજીથી પીજી સુધીનો અભ્યાસ કોંગ્રેસ ફ્રીમાં કરાવશે
  • કોંગ્રેસ સરકાર રાજ્યમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ કરશે
  • AAP પહેલા 182 ઉમેદવારો તો જાહેર કરે
  • શંકરસિંહ બાપુની કોંગ્રેસમાં રી એન્ટ્રીનો તખ્તો તૈયાર
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. કોંગ્રેસે (Congress ) હવે ચૂંટણીમાં જોરશોરથી ઝુકાવ્યું છે. પાર્ટી 31 ઓક્ટોબરથી રાજ્યમાં પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢશે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોત, છત્તીસગઢના તેમની સમકક્ષ ભૂપેશ બઘેલ, મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ અને કમલનાથ તથા વરિષ્ઠ નેતા મુકુલ વાસનિક પાંચ અલગ-અલગ શહેરોથી આ યાત્રાનો પ્રારંભ કરશે. 
31મી ઓકટોબરથી 5 ઝોનમાં શરૂ થશે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, 31મી ઓકટોબરે ગુજરાતમાં 5 જગ્યાએથી સંકલ્પ યાત્રા શરૂ થશે. 31મી ઓક્ટોબર વિભાજિત હિન્દુસ્તાનને એક કરનાર સરદાર પટેલની જન્મ જયંતી છે. ગુજરાતમાં જન્મેલા દેશના મહામાનવ સરદાર સાહેબની જન્મ જયંતી છે. 31મી ઓક્ટોબર દેશની એકતા માટે બલિદાન આપનાર ઇન્દિરા ગાંધીની જયંતી છે. પરિવર્તન સંકલ્પ યાત્રા 182 બેઠકને આવરી લેશે. પરિવર્તન સંકલ્પ યાત્રામાં 145 જાહેરસભા થશે. પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન 4.50 કરોડ લોકોનો સંપર્ક કરવામાં આવશે. 10 લાખ કાર્યકરો આ યાત્રામાં જોડાયેલા રહેશે.
લાભપાંચમના દિવસે કોંગ્રસે વાયદાઓનું મુહર્ત કર્યું
લાભપાંચમના દિવસે કોંગ્રસે વાયદાઓનું મુહર્ત કર્યું. ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલે સરકાર બનશે તો કોંગ્રેસ શું કરશે તેના વચનો આપ્યા. સિદ્ધાર્થ પટેલે કહ્યું કે, રાજ્યના તમામ નાગરિકોને રૂ. 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ કોંગ્રેસ આપશે. ખેડૂતોનું દેવું માફ થાય અને દિવસે વીજળી કોંગ્રેસ મફત આપશે. ઘરનું 300 યુનિટ વીજળી ફ્રી, ગેસનો સિલિન્ડર રૂ. 500માં કોંગ્રેસ આપશે. વધુમાં સિદ્ધાર્થ પટેલે કહ્યું કે, કોંગ્રેસની સરકાર બેરોજગાર યુવાઓને રૂ. 3 હજાર માસિક ભથ્થું આપશે. કોંગ્રેસ પશુપાલકોને પ્રતિ લિટરે રૂ. 5ની સબસિડી આપશે. ગુજરાતની દીકરીઓ માટે કેજીથી પીજી સુધીનો અભ્યાસ કોંગ્રેસ ફ્રીમાં કરાવશે. કોરોનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારને કોંગ્રેસ રૂ. 4 લાખનું વળતર આપશે.
કૌંભાડોની તપાસ કરાવાશે
સિદ્ધાર્થ પટેલે મોટું નિવેદન આપતા કહ્યું કે, સરકાર બનતા જ 27 વર્ષમાં ભાજપની સરકારમાં થયેલા કૌભાંડમાં તપાસ થશે. કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકોને કોંગ્રેસ સરકાર જેલભેગા કરશે. કોંગ્રેસ સરકાર રાજ્યમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ કરશે. કોંગ્રેસ સરકાર ગ્રામીણની જેમ શહેરોમાં પણ મનરેગા યોજના શરૂ કરશે.
અરવિંદ કેજરીવાલ ઉપર જગદીશ ઠાકોરનો વ્યંગ્ય 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સતત કંઈક નવુ લાવી રહી છે ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી મોટો દાવ રમવા જઈ રહી છે. આપ પાર્ટી પંજાબની જેમ ગુજરાત ચૂંટણી માટે મુખ્યમંત્રીનો ચહેરો મેદાનમાં લાવશે. ત્યારે અરવિંદ કેજરીવાલ ઉપર જગદીશ ઠાકોરનો વ્યંગ્ય સાથે પ્રહાર જોવા મળ્યો. AAPના મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાના નિર્ણય અંગે જગદીશ ઠાકોરે કટાક્ષ કરતા કહ્યું કે, AAP પહેલા 182 ઉમેદવારો તો જાહેર કરે. આપના ઉમેદવારો જીતી શકવાની સ્થિતિમાં નથી ને મુખ્યમંત્રીની વાતો કરે છે.કેજરીવાલ કેટલા ધારાસભ્યો જીતશે એનું મૂલ્યાંકન કરવું જોઈએ.
 શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ફરી એન્ટ્રી થઇ શકે
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને શંકર સિંહ વાઘેલા વચ્ચે બેઠક બાદ બાપુની રિ એન્ટ્રીને લઈને તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં શંકરસિંહ વાઘેલા કોઈ પણ શરત વગર જ પાર્ટીમાં આવી જવા માટે તૈયાર છે. શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં તમામ વાતો નક્કી કરી દેવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ અને શંકરસિંહ વાઘેલાની વચ્ચે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર મધ્યસ્થતા કરી રહ્યા છે. એવામાં આગામી દિવસમાં મોટું એલાન કરવામાં આવી શકે છે. બાપુના કમબેક પર જગદીશ ઠાકોરએ નિવેદન આપતા કહ્યું કે, શંકરસિંહ વાઘેલા અંગે કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય કરશે. મહેન્દ્રસિંહ વાઘેલા અંગે નિર્ણય લેવાનો હતો જે લેવાઈ ગયો છે. શંકરસિંહ વાઘેલા અંગે યોગ્ય સમયે કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય કરશે.