Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદ રેલવે સ્ટેશનની ડિઝાઈન મોઢેરાના સૂર્યમંદિર જેવી બનશે, જુઓ તસવીરો

05:47 AM Apr 18, 2023 | Vipul Pandya

કેન્દ્ર સરકાર દ્વારા  દેશના ત્રણ મોટા રેલવે સ્ટેશનો અમદાવાદ, દિલ્હી અને મુંબઈની કાયાપલટ કરવાની મંજૂરી આપી દીધી છે.  અમદાવાદ, નવી દિલ્હી અને મુંબઈ રેલવે સ્ટેશનનો વિકાસ કરવાની ભારતીય રેલવેની દરખાસ્તને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. મોઢેરા સૂર્યમંદિરની ડિઝાઈન જેવી જ અમદાવાદના નવા રેલવે સ્ટેશનની ડિઝાઈન હશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની (Narendra Modi) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં દેશના ત્રણ મોટા રેલવે સ્ટેશનો અમદાવાદ (Ahmedabad), નવી દિલ્હી (New Delhi) અને મુંબઈ (Mumbai) રેલવે સ્ટેશનના નવીનીકરણ યોજનાને મંજુરી આપવામાં આવી છે.

કેબિનેટે ભારતીય રેલવેની (Indian Railway) આ રેલવે સ્ટેશનોને વિકસાવવાની દરખાસ્તને મંજુરી કરી દેશના આ 3 રેલવે સ્ટેશનો માટે 10 હજાર કરોડ ફાળવ્યા છે.

કેબિેનેટની બેઠક બાદ માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav) કહ્યું કે, નવી દિલ્હી, અમદાવાદ અને મુંબઈ એમ ત્રણ મોટા સ્ટેશનોનો ફરી વિકાસ કરવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છએ. આ પ્રોજેક્ટમાં કુલ રૂ. 10,000 કરોડનો ખર્ચ થવાનો છે.

અત્યારે દેશમાં કુલ 199 રેલવે સ્ટેશનોના પુનઃનિર્માણનું કામ ચાલી રહ્યું છે અને તેમાં હવે દેશના આ 3 મોટા રેલવે સ્ટેશનોનો (અમદાવાદ, દિલ્હી અને મુંબઈ) ફરી વિકાસ કરવામાં આવશે.

અમદાવાદના નવા રેલવે સ્ટેશનમાં મલ્ટી મોડેલ લોજીસ્ટિક હબ,ઓફિસ કોમ્પ્લેક્ષ બનશે તથા સ્ટેશનની આસપાસ 13 કિ.મી.નો એલિવેટેડ રોડ બનશે. સમગ્ર રેલવે પ્લેટફોર્મ પર રૂફ પ્લાઝા બનાવવામાં આવશે.

અમદાવાદનું નવું રેલવે સ્ટેશન મોઢેરા સૂર્યમંદિરની તર્જ પર બનશે, ઝૂલતા મિનારાની તર્જ પર સિટી સેન્ટર બનશે અને અડાલજની વાવની તર્જ પર એમ્ફિ થિયેટર બનાવવામાં આવશે.