Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Center for excellence: કેન્દ્ર સરકારે જે આર્થિક પાસાને પ્રાધાન્ય ન આપ્યું, તેને રાજ્ય સરકારે આવકાર્યું

04:57 PM Feb 02, 2024 | Aviraj Bagda
Center for excellence: કેન્દ્ર બાદ આજે રાજ્ય સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રના બજેટમાં નિરાશા અનુભવી રહેલા ડાયમંડ ઉદ્યોગને રાજ્ય સરકારના બજેટમાં રાહત મળી છે. સરકાર દ્વારા Center for excellence માટે કરોડોની ફાળવણી કરવામાં આવી છે. જે બદલ સુરત ડાયમંડ એસોસિયેશને રાજ્ય સરકારનો આભાર પ્રગટ કરી બજેટને અવકાર્યું છે.
  • રાજ્ય બજેટમાં હીરા ઉદ્યોગોની મળી મોટી રાહત
  • સુરતના હીરા ઉદ્યોગમાં ખુશીની લહેર પ્રસરી
  • હીરા કંપનીના માલિકો દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરાયો

રાજ્ય બજેટમાં હીરા ઉદ્યોગોની મળી મોટી રાહત

Center for excellence

રાજ્ય સરકાર દ્વારા આજ રોજ વર્ષ 2024 નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત રોજ કેન્દ્રના બજેટમાં કોઈ મહત્વની જાહેરાત ડાયમંડ ઉદ્યોગ માટે કરવામાં આવી ન હતી. પરંતુ આજ રોજ રાજ્ય સરકાર દ્વારા પોતાના બજેટમાં ડાયમંડ ઉદ્યોગ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

સુરતના હીરા ઉદ્યોગમાં ખુશીની લહેર પ્રસરી

Center for excellence માટે કરોડોની ફાળવણી કરવામાં આવી છે.જે બદલ સુરતના હીરા ઉદ્યોગમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.Surat diamon association અને Gems and Jewelery Promotion Council દ્વારા સરકારના આ બજેટને આવકારવામાં આવ્યું છે.

હીરા કંપનીના માલિકો દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરાયો

બંને સંસ્થાના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકારની આ મહત્વની જાહેરાતના પગલે સુરતની Diamond industries ને મોટો ફાયદો થવાનો છે. ઇડન્સ્ટ્રીઝ માં લેબગ્રોન અને સિન્થેટિક ડાયમંડને પ્રોત્સાહન આપવા સરકારની આ મહત્વની જાહેરાત છે.રોજગારીની તકો તો ઉભી થશે જ પણ તેની સાથે Diamond industries નો ગ્રોથ પણ વધવાનો છે. સરકારના આ બજેટને Surat diamond association અને GJEPC આવકારે છે અને સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

અહેવાલ વિરલ વ્યાસ

આ પણ વાંચો: Gujarat Budget2024 : રાજ્ય સરકારે ‘નમો’ નામથી જાહેર કરી 3 નવી યોજના, આ લોકોને મળશે આર્થિક લાભ