Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી

09:12 PM Apr 18, 2023 | Vipul Pandya

વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસ પ્રતિ વર્ષ 14 ડિસેમ્બરે વિશ્વભરમાં ઊર્જા વપરાશ ના મહત્વ અને તેના દૈનિક વપરાસ , અછત અને વૈશ્વિક ઇકોસિસ્ટમ માં તેની અસરો વિષે જાગૃતિ લાવવા મનાવવામાં આવે છે. ઊર્જા સ્ત્રોતોના સંદર્ભ માં માનવજાત સમક્ષ  ભવિષ્ય માં કેવા પડકારો આવી શકે છે તે વિષે માહિતગાર કરે છે. 
મોટી સંખ્યામાં બાળકો જોડાયા
ગુજરાત સાયન્સ સિટી દ્વારા લોકોમાં ગ્લોબલ વોર્મિંગ , કલાઇમેટ ચેન્જ અને ઊર્જાના સ્ત્રોતો ના સંરક્ષણ વિષે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી માં મોટી સંખ્યા માં વિવિધ શાળાઓના બાળકો ઉત્સાહથી જોડાયા હતા.

વિવિધ કાર્યક્રમોનું આયોજન
ગુજરાત સાયન્સ સિટી દ્વારા વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી નિમિતે ખાસ ઈંટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાયન્સ સિટી ખાતે એનર્જી એજ્યુકેશન પાર્ક ખાતે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નિદર્શન દ્વારા વિવિધ ઊર્જા  અને તે કેવી રીતે ઉત્પન્ન થાય છે તથા ઊર્જાની બચત કેવી રીતે થઈ શકે અને તેનો યોગ્ય વપરાશ કેવી રીતે કરી શકાય તે વિષે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 
સમાજનું વિજ્ઞાન સાથે જોડાણ
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી સમાજને વિજ્ઞાન સાથે જોડવા કટિબદ્ધ છે. સાયન્સ સિટી દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો, પ્રવૃતિઓ અને મહત્વના દિવસો ની ઉજવણી કરવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થીઓ અને સમાજ માં વૈજ્ઞાનિક અભિગમ સુદ્રઢ કરી શકાય.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.