+

ભરૂચ જિલ્લામાં ગણેશોત્સવની રંગત જામી, G-20 થીમ ઉપર તૈયાર કરાયેલા શ્રીજી બન્યા આકર્ષણનું કેન્દ્ર

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લામાં પૂરના સંકટ બાદ અસર ગ્રસ્તોના આંસુ તો લુછી શકાતા નથી પણ શ્રીજી ઉત્સવની ધીરે ધીરે રંગત શહેરી વિસ્તારોમાં જામી રહી છે અને તેમાંય વિવિધ…
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચ જિલ્લામાં પૂરના સંકટ બાદ અસર ગ્રસ્તોના આંસુ તો લુછી શકાતા નથી પણ શ્રીજી ઉત્સવની ધીરે ધીરે રંગત શહેરી વિસ્તારોમાં જામી રહી છે અને તેમાંય વિવિધ થીમો ઉપર શ્રીજી પંડાલો આકર્ષણના કેન્દ્ર બન્યા છે.  ભરૂચમાં કે. જે પબ્લિક લાઇબ્રેરીમાં આવતા વાંચકો લાયબ્રેરીમાં પુસ્તકો વાંચન કરતા પહેલા G-20 થીમ ઉપર સ્થાપિત કરાયેલા શ્રીજીની પૂજા અર્ચનાનો લાભ લઈ શ્રીજીની આરતીનો લાભ લઈ રહ્યા છે
ભરૂચની કે.જે પબ્લિક લાઇબ્રેરી ખાતે લાઇબ્રેરીયન નરેન્દ્ર સોનાર દર વર્ષે માટીમાંથી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજી ઉત્સવની ઉજવણી કરતા હોય છે ચાલુ શ્રીજી ઉત્સવમાં તેઓએ માટીમાંથી 20 જેટલી ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરી છે અને તેમણે પોતે જ આ પ્રતિમાઓ બનાવી છે અને પ્રતિમાઓને રંગ રોગાન કરી ગણેશ ચતુર્થીના દિવસે વિધિવત્ સ્થાપના કરી શ્રીજી ઉત્સવનો પ્રારંભ કરી પૂજા અર્ચના કરી રહ્યા છે
ભરૂચ જિલ્લામાં 53 હજાર હિન્દી ગુજરાતી મરાઠી અને અંગ્રેજી પુસ્તકો ધરાવતી કે.જે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં આજે પણ સોશિયલ મીડિયાના જમાનામાં પુસ્તકોનું વાંચન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને આ પબ્લિક લાઇબ્રેરીમાં દર વર્ષે શ્રીજીની અવનવી થીમ ઉપર આકર્ષણ ઊભું કરવામાં આવે છે તાજેતરમાં જ ચાલી રહેલી G-20 ઉપર એક થીમ રજૂ કરવામાં આવી છે. જેમાં આ G-20 થીમમાં જેટલા દેશોના લોકોને આવરી લેવામાં આવ્યા હતા તે તમામ દેશોના ધ્વજ સાથે શ્રીજી સ્થાપિત કરવામાં આવ્યા છે અને આ તમામ શ્રીજીની પ્રતિમાઓ પણ માટીમાંથી તૈયાર કરવામાં આવી છે.
Whatsapp share
facebook twitter