+

મોલમાં ખરીદીના બહાને 6 કિલો ઘીની ચોરી કરતી 3 મહિલાઓના CCTV ફૂટેજ વાયરલ

5 જુલાઈનાના રોજ ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં રાયશણ ખાતે આવેલ કૂચન માર્ટના માલિક ઋત્વિક પટેલે ફરિયાદ નોંધાવી હતી કે 3 મહિલાઓ ખરીદી કરવાના બહાનેમોલમાં આવીને નજર ચૂકવીને ચોરી કરીને ફરાર થયી ગયી છે. જેના પગલે ઇન્ફોસિટી પોલીસે તપાસ શરૂ કરી હતી. મોલમાં લાગેલા CCTVમાં 3 મહિલાઓ ચોરી કરતા દેખાઈ હતી. જેના પગલે પોલીસે CCTVના આધારે બાતમીદારોની મદદથી કુબેરનગર અમદાવાદ ખાતે રહેતી ખુશ્બૂ ઘ
5 જુલાઈનાના રોજ ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં રાયશણ ખાતે આવેલ કૂચન માર્ટના માલિક ઋત્વિક પટેલે ફરિયાદ નોંધાવી હતી કે 3 મહિલાઓ ખરીદી કરવાના બહાનેમોલમાં આવીને નજર ચૂકવીને ચોરી કરીને ફરાર થયી ગયી છે. જેના પગલે ઇન્ફોસિટી પોલીસે તપાસ શરૂ કરી હતી. મોલમાં લાગેલા CCTVમાં 3 મહિલાઓ ચોરી કરતા દેખાઈ હતી. જેના પગલે પોલીસે CCTVના આધારે બાતમીદારોની મદદથી કુબેરનગર અમદાવાદ ખાતે રહેતી ખુશ્બૂ ઘમડે, શકુન્તલા ઘમડે તેમજ નરોડામાં રહેતી આરતી રાઠોડ નામની મહિલાની ઇન્ફોસિટી પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ પૂછપરછમાં 6 કિલો ઘી,તેલની બોટલ 3 અને પ્લાસ્ટીકની વસ્તુઓ સહિતના મુદામાલની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે અગાઉ અન્ય જગ્યાએ ચોરી કરી છે કે કેમ તેમજ કેટલા સમયથી ચોરી કરે છે તેને લઈને પૂછપરછ શરૂ કરી છે.
Whatsapp share
facebook twitter