Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CCMBનો દાવો –ભારતીઓમાં વિકસિત થઈ ‘હર્ડ ઇમ્યુનિટી’, કોરોનાનું BF.7 સ્વરૂપ ચીન જેટલું ગંભીર નહીં હોય

11:19 AM Apr 26, 2023 | Vipul Pandya

ચીનમાં કોરોના BF-7નું નવું વેરિઅન્ટ મોટા પાયે પોતાની અસર બતાવી રહ્યું છે. આ કારણે ચીનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે, જ્યારે ભારતીઓ પણ ચિંતિત છે, પરંતુ રાહતના સમાચાર એ છે કે CSIR- સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (CCMB)ના વડાએ દાવો કર્યો છે કે ભારતમાં વાયરસ BF-7 વેરિઅન્ટની એટલી અસર નહીં જોવા મળે જેટલી તે હાલમાં ચીનમાં દેખાઈ રહી છે, કારણ કે ભારતીઓમાં ‘હર્ડ ઈમ્યુનિટી’ પહેલેથી જ વિકસિત થઈ ગઈ છે.
સાવચેત રહેવાની જરૂર છે
CCMB ના ડાયરેક્ટર વિનય કે નંદીકુરીએ કોવિડના યોગ્ય વર્તનને અનુસરવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, હંમેશા એક ચિંતા રહે છે કે આ તમામ સ્વરૂપો રોગપ્રતિકારક શક્તિને ટાળવાની ક્ષમતા ધરાવે છે અને વાયરસ તે લોકોને પણ ચેપ લગાવી શકે છે, જેમને રસી આપવામાં આવી છે તેમને પણ અને જેઓ ઓમિક્રોન ફોર્મથી સંક્રમિત થયા છે તેમને પણ. એટલા માટે સાવધાન રહેવું જરૂરી છે. તેમણે માસ્કનો ઉપયોગ કરવા અને નિયત શારીરિક અંતરના નિયમનું પાલન કરવાનું કહ્યું.
ભારતીયોમાં હર્ડ ઇમ્યુનિટીનો વિકાસ થયો છે
તેમણે કહ્યું કે વર્તમાન સ્વરૂપનો ચેપ એટલો ગંભીર નથી જેટલો તે વાયરસના ડેલ્ટા સ્વરૂપના ચેપને કારણે થતો હતો. આ એટલા માટે છે કારણ કે આપણી પાસે એક હદ સુધી ‘હર્ડ ઇમ્યુનિટી’ છે. હકીકતમાં આપણી રોગપ્રતિકારક શક્તિ વધી છે કારણ કે આપણે અન્ય વાયરસના સંપર્કમાં આવીએ છીએ. અધિકારીએ કહ્યું કે ચીન દ્વારા અપનાવવામાં આવેલી “ઝીરો કોવિડ નીતિ” દેશમાં ચેપના ઝડપથી ફેલાવા માટેનું એક મુખ્ય કારણ છે. તેમણે કહ્યું કે, રસીકરણના ઓછા દરે પણ ત્યાં ચેપની ગંભીરતા વધારી છે.
ભારતમાં રસીકરણનો દર ઊંચો છે
CCMB ના ડિરેક્ટરે કહ્યું કે ભારતે ડેલ્ટા વેવ જોયો, જે ખૂબ જ ગંભીર હતો. અમને રસી આપવામાં આવી અને પછી ઓમિક્રોન લહેર આવી અને અમે નિવારક ડોઝ ચાલુ રાખ્યા. આપણે ઘણી રીતે અલગ છીએ. ચીનમાં જે થઈ રહ્યું છે તે ભારતમાં થઈ શકે નહીં. નંદીકુરીએ કહ્યું કે ભારતમાં રસીકરણનો દર ઊંચો છે. મોટી સંખ્યામાં વૃદ્ધો અને સંવેદનશીલ લોકોને પણ સાવચેતીના ડોઝ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જો કે એવો દાવો ન કરી શકાય કે ભારતમાં સંક્રમણની કોઈ લહેર આવી શકે નહીં, પરંતુ એવું લાગતું નથી કે તરત જ ચેપની કોઈ લહેર આવી રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.