Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CBI On Akhilesh Yadav: ફરી એકવાર UP માં ખનન મામલે CBI એ અખિલેશ યાદવને પાઠવ્યું સમન્સ

05:00 PM Feb 28, 2024 | Aviraj Bagda

CBI On Akhilesh Yadav: CBI એ સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવને (Akhilesh Yadav) નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. અખિલેશ યાદવને (Akhilesh Yadav) 29 ફેબ્રુઆરીએ સાક્ષી તરીકે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ સમગ્ર મામલો સપાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર ખનન સાથે જોડાયેલો છે.

  • CBI સપા પ્રમુખની 150 CRPC હેઠળ પૂછતાછ કરશે
  • સપા પાર્ટી આક્રમક વલણ અપનાવી શકે છે
  • શું છે સમગ્ર મામલો?

CBI સપા પ્રમુખની 150 CRPC હેઠળ પૂછતાછ કરશે

એક અહેવાલ અનુસાર, તેમને કલમ 150 CRPC હેઠળ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જોકે, અખિલેશ યાદવે (Akhilesh Yadav) CBI અને BJP સરકાર સામે શાબ્દીક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર દેશમાં ચૂંટણી પહેલા CBI અને ED ને વિરોધ પક્ષના નેતા પાછળ છોડી દે છે. આવી સ્થિતિમાં હવે સીબીઆઈના સમન્સ પર પણ યુપીનું રાજકારણ ગરમાવા જઈ રહ્યું છે.

સપા પાર્ટી આક્રમક વલણ અપનાવી શકે છે

હવે સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવને (Akhilesh Yadav) બોલાવવાને લઈને આક્રમક વલણ અપનાવી શકે છે. એવુ બની શકે છે કે CBI ની સમક્ષ 29 ફેબ્રુઆરીએ સપા પ્રમુખ અખિલેશ યાદવ જાહર ના થાય. વર્ષ 2012-13 માં જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ખાણ ખાતું અખિલેશ યાદવ પાસે હતું. ત્યારે ગેરકાયદે ખનન અંગે ગંભીર આક્ષેપો થયા હતા.

શું છે સમગ્ર મામલો?

હમીરપુરમાં 2012 અને 2016 વચ્ચે થયેલા ગેરકાયદેસર ખનનનો મામલો સપા સરકાર દરમિયાન સામે આવ્યો હતો. આ કેસમાં CBI બાદ હવે ED એ મની લોન્ડરિંગ એક્ટ સહિત અન્ય ઘણા કેસમાં FIR નોંધી છે. FIR માં તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ બી ચંદ્રકલા સહિત તમામ 11 લોકોના નામ CBI ની FIR માં નોંધાયા હતા. જે બાદ CBI એ IAS ઓફિસર બી ચંદ્રકલાના ઘરે દરોડા પાડ્યા હતા. આ કેસમાં IAS બી. ચંદ્રકલા અને પૂર્વ એસપી એમએલસી રમેશ ચંદ્ર મિશ્રા સહિત 11 આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: Himachal : મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખ્ખુએ આપ્યું રાજીનામુ