Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુખદેવસિંહ હત્યાકાંડમાં UAPA અંતર્ગત નોંધાયો કેસ, FIR માં પૂર્વ CM અશોક ગેહલોતનો ઉલ્લેખ

10:32 PM Dec 06, 2023 | Hardik Shah
  • સુખદેવસિંહ ગોગામેડીની હત્યામાં મહત્વના સમાચાર
  • FIRમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનો પણ ઉલ્લેખ
  • રાજસ્થાનના પોલીસ વડાનો પણ FIRમાં ઉલ્લેખ
  • બંનેને 3 વાર સુરક્ષા અપાવવા રજૂઆત કરી હોવાનો ઉલ્લેખ
  • 3-3 વાર રજૂઆત પછી પણ ધ્યાન ન આપ્યાનો આરોપ
  • જાણી જોઈને સુરક્ષા ન આપી હોવાનો FIRમાં ઉલ્લેખ
  • સુખદેવસિંહ હત્યાકાંડમાં UAPA અંતર્ગત નોંધાયો કેસ

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં સ્થિતિ તંગ થઇ છે. આ હત્યાકાંડના વિરોધમાં રાજસ્થાનના અનેક શહેરોમાં પ્રદર્શન થયા હતા. ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા અને ટ્રેનો પણ રોકી હતી. કેટલીક જગ્યાએ પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. દરમિયાન, ગોગામેડીના પત્ની શીલા શેખાવતે કેસ દાખલ કર્યો છે. શીલા શેખાવતે આપેલી ફરિયાદમાં કાર્યકારી મુખ્યમંત્રી અશોક ગેહલોતનો પણ ઉલ્લેખ છે.

સુખદેવસિંહ હત્યાકાંડમાં UAPA અંતર્ગત કેસ

જયપુરમાં સુખદેવ સિંહ ગોગામેડીને દિવસે દિવસે તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના વિરોધમાં કરણી સેનાએ રાજસ્થાન બંધનું એલાન આપ્યું હતું. જોકે, દિવસભરના ઉગ્ર દેખાવો બાદ કરણી સેનાએ આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી છે. કરણી સેનાની તમામ માંગણીઓ સ્વીકારી લેવામાં આવી હોવાની માહિતી મળી છે. આવતીકાલે ગુરુવારે સુખદેવસિંહ ગોગામેડીના અંતિમ સંસ્કાર થવાના સમાચાર પણ સામે આવ્યા છે. માહિતી અનુસાર, સુખદેવસિંહ હત્યાકાંડમાં UAPA અંતર્ગત કેસ નોંધાયો છે. આ કેસમાં ગોગામેડીના પત્ની શીલા શેખાવતે કેસ દાખલ કર્યો છે. જેમા પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. FIR માં રાજસ્થાનના પોલીસ વડાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુત્રોની માનીએ તો બંનેને ત્રણવાર સુરક્ષા અપાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્રણ ત્રણ વાર રજૂઆત કર્યા પછી પણ ધ્યાન ન આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જાણી જોઇને સુરક્ષા ન આપી હોવાનો પણ FIR માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જાણી જોઇને મારા પતિને સુરક્ષા ન આપવામાં આવી : શીલા શેખાવત

ગોગામેડીના પત્ની શીલા શેખાવતે જયપુર સાઉથના શ્યામ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી FIR માં કહ્યું છે કે, સામાજિક કાર્યોના કારણે મારા પતિ સુખદેવ સિંહ ગોગામેડીનો જીવ છેલ્લા બે વર્ષથી જોખમમાં હતો. આ અંગે મારા પતિએ તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પોલીસ મહાનિર્દેશક સહિત અનેક ઉચ્ચ અધિકારીઓને સુરક્ષા આપવા માટે પત્ર લખ્યો હતો. તે તારીખો 24/02/2023, 01/03/2023 અને 25/03/2023 ના રોજ લખવામાં આવ્યો હતો. એટલું જ નહીં, 14.03.2023ના રોજ ATS જયપુરે રાજસ્થાનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ઇન્ટેલિજન્સ)ને પત્ર લખીને જાણ કરી હતી કે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. 14.02.2023ના રોજ, પંજાબ પોલીસે રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશકને પત્ર લખીને જાણ કરી હતી કે સુખદેવ સિંહ ગોગામેડીને મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ તમામ ઈનપુટ્સ હોવા છતાં રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પોલીસ મહાનિર્દેશક સહિત અન્ય જવાબદાર અધિકારીઓએ જાણી જોઈને મારા પતિને સુરક્ષા આપી નથી.

કોણ હતા સુખદેવ સિંહ ગોગામેડી ?

સુખદેવ સિંહ ગોગામેડીને વર્ષ 2012માં લોકેન્દ્ર સિંહ કાલવી દ્વારા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ગોગામેડી બસપા તરફથી બે વખત ચૂંટણી પણ લડી ચૂક્યા છે. જો કે, કાલવી સાથેના વિવાદ પછી, ગોગામેડીએ રાષ્ટ્રીય શ્રી રાજપૂત કરણી સેનાના નામથી એક અલગ સંગઠન બનાવ્યું હતું. વર્ષ 2018માં સુખદેવ ભદ્રાએ ભારતીય જનતા પાર્ટી પાસેથી ટિકિટ માંગી હતી, પરંતુ તેમને ટિકિટ મળી ન હતી. સુખદેવ સિંહ ગોગામેડી દેશમાં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે પદ્માવતીના શૂટિંગ દરમિયાન પ્રખ્યાત નિર્દેશક સંજય લીલા ભણસાલીને થપ્પડ મારી હતી. સુખદેવ સિંહ ગોગામેડીએ ફિલ્મ પદ્માવતીનો સખત વિરોધ કર્યો હતો. આખરે મેકર્સે ફિલ્મનું નામ બદલીને ‘પદ્માવત’ કરી દીધું. છેલ્લા ઘણા દિવસોથી લોરેન્સ ગેંગ સાથે તેની અથડામણના અહેવાલો હતા.

આ પણ વાંચો  – જો આ ચૂક ન થઈ હોત તો…બચાવી શકાયો હોત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડીનો જીવ

આ પણ વાંચો – Sukhdev Gogamedi Murder: છાત્ર રોહિત ગોદારાએ રાજસ્થાન પોલીસથી કરી માગ, કહ્યું- ‘હું એક છાત્ર છું, આ ઘટનાથી મારો કોઈ સંબંધ નથી…!’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ