+

CAR-T cell therapy: રાષ્ટ્રપતિએ કેન્સર માટે ભારતની પ્રથમ હોમ-ગ્રોન જીન થેરાપીનો શુભારંભ કરાવ્યો

CAR-T cell therapy: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ (President Dropadi Murmu) એ આજે (4 એપ્રિલ, 2024) IIT Bombay માં Cancer માટે ભારતની પ્રથમ સ્વદેશી જનીન થેરેપીનો શુભારંભ કરાવ્યો હતો. કેન્સર માટે સ્વદેશી…

CAR-T cell therapy: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ (President Dropadi Murmu) એ આજે (4 એપ્રિલ, 2024) IIT Bombay માં Cancer માટે ભારતની પ્રથમ સ્વદેશી જનીન થેરેપીનો શુભારંભ કરાવ્યો હતો.

  • કેન્સર માટે સ્વદેશી ઉપચાર તૈયાર કરવામાં આવ્યો
  • Make in India નું ઉત્તમ ઉદાહરણ બન્યું
  • IIT Bombay માં કેન્સરને લઈ થેરાપી તૈયાર કરાઈ

આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની પ્રથમ જનીન ઉપચારની શરૂઆત Cancer સામેની આપણી લડતમાં એક મોટી સફળતા છે. “CAR-T cell therapy” નામની સારવારની આ લાઇન સુલભ અને સસ્તી હોવાથી, તે સમગ્ર માનવજાત માટે એક નવી આશા પૂરી પાડે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે અસંખ્ય દર્દીઓને નવું જીવન આપવામાં સફળ રહેશે.

Make in India નું ઉત્તમ ઉદાહરણ બન્યું

રાષ્ટ્રપતિ (President) એ કહ્યું કે CAR-T cell therapy ને તબીબી વિજ્ઞાનમાં સૌથી અસાધારણ પ્રગતિમાંની એક માનવામાં આવે છે. તે છેલ્લા કેટલાક સમયથી વિકસિત રાષ્ટ્રોમાં ઉપલબ્ધ છે, પરંતુ તે ખૂબ જ ખર્ચાળ છે. વિશ્વભરના મોટાભાગના દર્દીઓની પહોંચની બહાર છે. તેમને એ જાણીને આનંદ થયો કે આજે લોન્ચ કરવામાં આવી રહેલી CAR-T cell therapy વિશ્વની સૌથી સસ્તી થેરેપી છે. તેમણે કહ્યું હતું કે, આ ‘Make in India’ પહેલનું પણ ઉદાહરણ છે.

આ શૈક્ષણિક-ઉદ્યોગ ભાગીદારીનું પ્રશંસનીય ઉદાહરણ

રાષ્ટ્રપતિને (President) એ જાણીને આનંદ થયો કે ભારતની પ્રથમ CAR-T cell therapy ને IIT Bombay અને ટાટા મેમોરિયલ હોસ્પિટલ વચ્ચેના જોડાણ દ્વારા ઔદ્યોગિક ભાગીદાર ઇમ્યુનોએક્ટના સહયોગથી વિકસાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આ શૈક્ષણિક-ઉદ્યોગ ભાગીદારીનું પ્રશંસનીય ઉદાહરણ છે, જેણે આ પ્રકારનાં ઘણાં પ્રયાસોને પ્રેરિત કરવા જોઈએ.

IIT Bombay વિશ્વભરમાં આરોગ્ય ક્ષેત્રે સુપ્રસિદ્ધ

રાષ્ટ્રપતિએ કહ્યું કે IIT Bombay માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં તકનીકી શિક્ષણના મોડેલ તરીકે પ્રખ્યાત છે. CAR-T cell therapy ના વિકાસમાં ટેકનોલોજીને માત્ર માનવતાની સેવામાં જ મૂકવામાં આવતી નથી. પરંતુ અન્ય ક્ષેત્રની જાણીતી સંસ્થા તેમજ ઉદ્યોગ સાથે ભાગીદારી કરવામાં આવી છે. IIT Bombay એ છેલ્લા ત્રણ દાયકામાં સંશોધન અને વિકાસ પર જે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેનાથી આ શક્ય બન્યું છે. તેમણે કહ્યું હતું કે, IIT Bombay અને તેના જેવી અન્ય સંસ્થાઓના અધ્યાપકો અને વિદ્યાર્થીઓના જ્ઞાનના પાયા અને કૌશલ્યોને કારણે સમગ્રપણે ભારતને ચાલી રહેલી ટેક્નોલૉજિકલ ક્રાંતિનો મોટો લાભ થશે.

આ પણ વાંચો: VADODARA : વાહનચેકીંગ દરમિયાન શંકાસ્પદ પશુ માંસના જથ્થા સાથે બે ઝબ્બે

આ પણ વાંચો: Surat : કપડા પર ચા પડી જતાં મિત્રે જ મિત્રનું ઢીમ ઢાળી દીધું, વાંચો સમગ્ર અહેવાલ

આ પણ વાંચો: રાજપૂત સમાજનો આરોપ, મોદી સમાજ વિરુદ્ધ બોલેલા રાહુલ ગાંધી ઉપર કાર્યવાહી થાય તો રૂપાલા સામે કેમ નહીં ?

Whatsapp share
facebook twitter