+

આ દેશમાં પ્રત્યેક સિગરેટ પર લાગશે સ્વાસ્થ્ય સંબંધિત ચેતવણી, જાણો

કેનેડા તેના દેશવાસીઓને ધૂમ્રપાન કરતા અટકાવવા અને તેમને ધૂમ્રપાન છોડવા માટે પ્રેરિત કરવાની દિશામાં એક પગલું ભરી રહ્યું છે. કેનેડાએ હવે તમાકુથી થતા મૃત્યુને ઘટાડવાના પ્રયાસરૂપે સિગારેટ પર ડાયરેક્ટ હેલ્થ…

કેનેડા તેના દેશવાસીઓને ધૂમ્રપાન કરતા અટકાવવા અને તેમને ધૂમ્રપાન છોડવા માટે પ્રેરિત કરવાની દિશામાં એક પગલું ભરી રહ્યું છે. કેનેડાએ હવે તમાકુથી થતા મૃત્યુને ઘટાડવાના પ્રયાસરૂપે સિગારેટ પર ડાયરેક્ટ હેલ્થ વોર્નિંગ લેબલની જાહેરાત કરી છે. કેનેડાના આરોગ્ય અધિકારીઓએ એક પ્રેસનોટમાં જણાવ્યું કે, નવા તમાકુ ઉત્પાદનોના પેકેજીંગ અને ચેતવણીનો નિયમ કેનેડા સરકારના તે વયસ્કોની મદદ કરવા માટે છે જે ધુમ્રપાન છોડવા માંગે છે.

અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં જોવા મળશે સુચના

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તમાકુનો ધુમાડો બાળકોને નુકસાન કરે છે. સિગરેટથી લ્યૂકેમિયાનું કારણ છે. દરેક કશમાં ઝેર છે એવામાં કેટલાક ચેતવણી આપતા મેસેજ છે જે નજીકના સમયમાં જ કેનેડામાં સિગરેટ પર અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં જોવા મળશે. હવે દરેક સિગરેટ પર સ્વાસ્થ્ય ચેતવણી છાપવી પડશે. કેનેડા આવુ કરનારો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે.

યુવાનોને તમાકુની લતથી બચાવશે

આ પગલું યુવાનો અને તમાકુનો ઉપયોગ નથી કરતા તેને નિકોટીનની લતથી બચાવવા માટે તમાકુની અપીલને વધુ ઘટાડવામાં મદદ કરશે. આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે, દરેક સિગરેટ પર છપાયેલી ચેતવણી પર લોકોનું ધ્યાન જશે. કેનેડિયન કેન્સર સોસાયટીના સિનિયર પોલીસી એનાલિસ્ટ રૉબ કનિંઘમ અનુસાર નવો નિયમ વિશ્વમાં મિસાલ કાયમ કરનારા એક મહત્વનું પગલું હશે જે એ વયક્તિ સુધી પહોંચશે જે ધુમ્રપાન કરે છે. આ નિયમ વર્ષ 2035 સુધી દેશભરમાં તમાકુની ખપતને 5%થી ઘટાડવાના દેશના લક્ષ્યનો હિસ્સો છે.

આ પણ વાંચો : OTT પ્લેટફોર્મ માટે નવો ANTI TOBACCO RULES જાહેર, આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter