+

આ આદતો અપનાવીને તમે ડાયાબિટીસની શક્યતાને ઘણી હદ સુધી ઘટાડી શકો છો

આજકાલ લોકોની જીવનશૈલી એટલી બદલાઇ ગઇ છે કે નાના મોટા રોગ ઘર કરવા લાગ્યા છે. કેટલાક રોગ એવા હોય છે કે જે એકવારઘર કરી જાય પછી તેમાંથી છુટકારો મેળવવો મુશ્કેલ બની જાય છે. પહેલા અમુક રોગો મોટી ઉંમરે લાગુ પડતા હતા પણ હવે ખાવાપીવાની અને દિનચર્યામાં જે રીતે ફરક આવી ગયો છે તેમ તેમ આ રોગો નાની ઉંમરમાં પણ લાગુ પડવા લાગ્યા છે. તમારી જીવનશૈલીમાં જો તમે નાના ફેરફાર કરશો અથવા વધુ તકેદારી રાખો તો ડાà

આજકાલ લોકોની જીવનશૈલી એટલી બદલાઇ ગઇ છે કે નાના મોટા રોગ ઘર કરવા લાગ્યા છે. કેટલાક રોગ એવા હોય છે કે જે એકવારઘર કરી જાય પછી તેમાંથી છુટકારો મેળવવો મુશ્કેલ બની જાય છે. પહેલા અમુક રોગો મોટી ઉંમરે લાગુ પડતા હતા પણ હવે ખાવાપીવાની અને દિનચર્યામાં જે રીતે ફરક આવી ગયો છે તેમ તેમ આ રોગો નાની ઉંમરમાં પણ લાગુ પડવા લાગ્યા છે. તમારી જીવનશૈલીમાં જો તમે નાના ફેરફાર કરશો અથવા વધુ તકેદારી રાખો તો ડાયાબિટીસ જેવા રોગથી દૂર રહી શકો છો. 

વજનને કંટ્રોલમાં રાખો 

દિવસ દરમિયાન વારંવાર ભૂખ લાગે ત્યારે કંઈપણ ખાવાની આદત તમને સ્થૂળતાનો શિકાર બનાવી શકે છે, તેથી તેનાથી બચવાનોઆસાન રસ્તો એ છે કે તમારા આહાર લેવાની પધ્ધતિમાં ફેરફાર કરો. થોડા થોડા અંતરે થોડુ થોડુ ખાવાની આદત રાખો અને તેમાં પણ હેલ્ધી ખાવાની આદત રાખવી. આમ કરવાથી વારંવાર ભૂખ લાગે અને આચરકુચર ખાવાથી તમે બચી જશો. આમ વજનને સરળતાથી નિયંત્રણમાં રાખી શકાય છે. આ સિવાય દિવસ દરમિયાન કસરત અને વૉકિંગની મદદથી પણ તે ખૂબ જ અસરકારક સાબિત થઇ શકે છે. 


ચિંતામુક્ત રહો 

ડાયાબિટીસ અને તણાવનો ગાઢ સંબંધ છે. તણાવને કારણે આપણા શરીરમાં હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે, જેના કારણે ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે. આટલું જ નહીં, તણાવથી સ્વાસ્થ્ય સંબંધિત બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે, તેથી બને તેટલું તણાવથી દૂર રહો. ખુશ રહો, તમને ગમતી વસ્તુઓ કરો અને ધ્યાન કરો. સંગીત સાંભળીને પણ તમે પોતાની જાતને તણાવ મુક્ત રાખીશકો છો. 

બ્લડ શુગર ચેક કરાવતા રહો

ડાયાબિટીસમાં, લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધે છે. તેથી સમયાંતરે સુગર ટેસ્ટ કરાવતા રહો. આ સાથે, લોહીમાં ગ્લુકોઝની માત્રા જાણી શકાશે, જે સમયસર ડાયાબિટીસના જોખમને ઘટાડી શકે છે.


જંક ફુડ ટાળો

ચરબીયુક્ત ખોરાક એટલે કે તળેલા અને જંક ફૂડથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. તેથી, આવા ખોરાકને વધુ પ્રમાણમાં ખાવાની આદતને ટાળો. ક્યારેક જંક ફુડ લઇ શકાય પણ વધુ ખાવાથી સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. 

ગળી વસ્તુઓ ખાવાનું ઓછુ કરો 

ડાયાબિટીસનું જોખમ ઘટાડવા માટે મીઠાઈ ખાવાની આદતથી દૂર રહો. આ તમને ડાયાબિટીસથી તો દૂર રાખશે પણ ત્વચાને સ્વસ્થ રાખવા માટે પણ આ એક સારી આદત છે જેની મદદથી તમે વધતી ઉંમરની અસરને પણ ઘટાડી શકાશે 

Whatsapp share
facebook twitter