Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શું કોકા-કોલાથી થઈ શકે છે કેન્સર? WHO એ આપ્યો ચોંકાવનારો રિપોર્ટ

08:06 AM Jun 30, 2023 | Hiren Dave

 

કોકા-કોલા પીવાથી કેન્સરનો ખતરો છે. આ વાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ કહી છે. ચેતવણી જારી કરતી વખતે તેમણે કહ્યું કે કોકા-કોલા અને અન્ય પીણાં અને ખાદ્ય ચીજોને મીઠી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કૃત્રિમ સ્વીટનર એસ્પાર્ટમથી કેન્સરનો ખતરો છે. ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) જુલાઈમાં એસ્પાર્ટમને એવા પદાર્થોની યાદીમાં ઉમેરશે જે કેન્સરનું જોખમ પેદા કરી શકે છે અથવા વધારી શકે છે. એસ્પાર્ટમનો ઉપયોગ કોકા-કોલા, ડાયેટ સોડાથી માંડીને માર્સ એક્સટ્રા ચ્યુઇંગ ગમ અને કેટલાક અન્ય પીણાંમાં થાય છે.

 

WHO હજુ સુધી જાણતું નથી કે એસ્પાર્ટમ ધરાવતા ઉત્પાદનોનું કેટલી માત્રામાં સેવન કરવું કેટલું સલામત છે

WHO એ હજુ સુધી એ નથી જણાવ્યું કે એસ્પાર્ટમ ધરાવતી કેટલી પ્રોડક્ટનું સેવન કેટલી માત્રામાં કરવું સલામત છે. નુકસાની પહોચાડનાર પદાર્થનું કોઈ વ્યક્તિ કેટલું સેવન કરી શકે છે, આ સૂચન WHOની એક અલગ નિષ્ણાત સમિતિ દ્વારા આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે આ સૂચન સંયુક્ત WHO અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન એક્સપર્ટ કમિટી ઓન ફૂડ એડિટિવ્સ (JECFA) દ્વારા આપવામાં આવે છે.

JECFA એસ્પાર્ટમના ઉપયોગની સમીક્ષા કરી રહી છે
WHO ની કમિટી ઓન એડિટિવ્સ JECFA આ વર્ષે એસ્પાર્ટમના ઉપયોગની સમીક્ષા કરી રહી છે. 1981માં, જેઈસીએફએ (JECFA)એ જણાવ્યું હતું કે જો એસ્પાર્ટમનું દરરોજ એક મર્યાદા સુધી સેવન કરવામાં આવે તો તે સુરક્ષિત છે. ઉદાહરણ તરીકે, જો 60 કિલો વજન ધરાવતી વ્યક્તિ દરરોજ 12-36 કેન ડાયેટ સોડા પીવે છે, તો તે જોખમ લઈ રહ્યો છે. ગયા વર્ષે ફ્રાન્સમાં એસ્પાર્ટમ પર સંશોધન થયું હતું. આ દરમિયાન કૃત્રિમ સ્વીટનરનું સેવન કરનારા એક લાખ લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ મોટી માત્રામાં કૃત્રિમ ગળપણ (artificial sweetener) (જેમાં એસ્પાર્ટમનો સમાવેશ થાય છે)નો ઉપયોગ કર્યો છે તેમને કેન્સરનું જોખમ વધારે હતું.

ઠંડા પીણાની નાની બોટલમાં 10 ચમચી ખાંડ
એક રિસર્ચ રિપોર્ટ અનુસાર, 350 મિલીલીટરના નાના કોલ્ડ ડ્રિંકના ડબ્બામાં પણ 10 થી 12 ચમચી ખાંડ ભળેલી હોય છે. બીજી તરફ WHOના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિવસમાં 5-6 ચમચીથી વધુ ખાંડનું સેવન કરવું જોખમી છે. એટલે કે, ઠંડા પીણાની નાની બોટલ પીધા પછી, તમે તમારા બે થી ત્રણ દિવસના ખાંડનો ક્વોટા પૂરો કરી લો છો. ન્યૂ હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ (HSPH)ના એક રિપોર્ટ (2015) અનુસાર, દર વર્ષે લગભગ 2 લાખ લોકોના મૃત્યુ પાછળ સીધી રીતે આવા પીણા જવાબદાર હોય છે.

આપણ  વાંચો –શું ચીનના દાણા પાણી ભરાઈ ગયા છે !, અમેરિકાએ બાયો ચડાવી, ભારત પાસે માંગી મદદ