Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

છેલ્લી ઘડી સુધી રાજકિય પક્ષો દ્વારા લગાવાયું એડી ચોટીનું જોર, હવે બધુ મતદારોના હાથમાં

07:49 PM Apr 17, 2023 | Vipul Pandya

  • પહેલા તબક્કામાં 19 જિલ્લામાં થવાનું છે મતદાન
  • 89 બેઠકો પર 788 ઉમેદવારો મેદાન
  • ઉમેદવારો ડોર ટૂ ડોર પ્રચાર કરી શકશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પહેલા તબક્કાનું મતદાન આગામી 1લી તારીખના રોજ થવાનું છે અને નિયમ પ્રમાણે આજે સાંજે 5 વાગ્યે પહેલા તબક્કાના 19 જિલ્લાઓ માટેના પ્રચાર પડઘમ શાંત થયો છે ત્યારે છેલ્લી ઘડીએ મતદારો સુધી પહોંચવા માટે રાજકિય પાર્ટીઓ પુરજોશ સાથે મહેનત કરી રહી છે.
હવે બધુ મતદારોના હાથમાં
પહેલા તબક્કામાં જે 19 જિલ્લાઓમાં મતદાના થવાનું છે ત્યાં પ્રચાર-પ્રસાર બંધ થઈ ચુક્યો છે.  પહેલા તબક્કામાં 89 બેઠકો પર મતદાન થવાનું છે. આ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં છે ત્યારે હવે ઉમેદવારોનું ભાવિ મતદારોના હાથમાં છે.

છેલ્લી ઘડી સુધી પ્રચાર
આ તબક્કામાં પ્રચાર માટે બાકી રહેવા વિસ્તારોમાં આજે સવારથી વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ બાઈક અને વાહન રેલી કાઢી હતી. રાજકીય પક્ષોએ આજે સવારથી જ પોતાના વિસ્તારમાં બાઈક રેલી સાથે શક્તિ પ્રદર્શન કરવા ઉપરાંત મતદારોને રિઝવવા માટેનો પ્રયાસ કર્યો હતો.
સોશિયલ મીડિયામાં ભરપૂર પ્રચાર
આજે મતદાન માટેની અવધી પુરી થયાં પહેલાં જ સોશ્યલ મિડિયા (Social Media) ઘણું જ આક્રમક બની ગયું હતું. કેટલાક રાજકીય પક્ષો સોશ્યલ મિડિયામાં ભરપુર્ પ્રચાર કરતાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત ડોર ટુ ડોર અને માઉથ ટુ માઉથ પ્રચાર માટે પણ રાજકીય પક્ષના નેતા-કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યાં છે.

રાષ્ટ્રીય નેતાઓએ બાજી સંભાળી
આજના દિવસની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે (Amit Shah) આજે ગરબાડા, ઠાસરા અને કપડવંજમાં જાહેરસભા સંબોધી હતી તો આજે સાંજ તેઓ અમદાવાદ અમરાઈવાડી વિધાનસભા ખાતે સભાને સંબોધિત કરશે. તો બીજી તરફ  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda) ભાવનગરમાં (Bhavnagar) રોડ-શો યોજ્યો હતો. આમ પહેલા તબક્કાના જિલ્લાઓમાં ભાજપ (BJP) પુરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહી છે.
1લી તારીખે ભાવિ EVMમાં કેદ થશે
આ સિવાય કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) પણ આજે સાંજ સુધીમાં મતદારો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. સુરતની સીટો પરના ઉમેદવારો રેલી, રોડ-શૉ કરી પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. પ્રચાર પડઘમ શાંત થયાં બાદ આગામી 1લી તારીખે મતદાન થશે અને ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.